Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

દિલ્હીના પોલીસ જવાનોને કોરોના વેક્સીન લગાવવાની તૈયારીઓ શરૂ

તમામને 3 જાન્યુઆરી સુધીમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવા નિર્દેશ

 

નવી દિલ્હી : દિલ્હી પોલીસના અધિકારીઓ અને જવાનો માટે કોવિડ-19 વેક્સીન લગાવવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે,દિલ્હી પોલીસે બધી ફોર્સના તમામ રેંકના અધિકારીઓ અને જવાનોને આદેશ આપ્યો છે કે તે પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરાવી લે. સાથે નંબર અપડેટ કરાવવાનું કામ 3 જાન્યુઆરી 2021 સુધી પુરુ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં લગભગ એક લાખ પોલીસ અધિકારી અને જવાન છે જેમને વેક્સીન આપવાની છે.

  દિલ્હી પોલીસના સ્પેશ્યલ સીપી ઓપરેશન મુક્તેશ ચંદ્રના મતે કોવિડ-19 વેક્સીન લગાવવાનો દિવસ, તારીખ અને સમયની સૂચના બધા પોલીસકર્મી અને અધિકારીઓને તેમના મોબાઇલ ફોન પર SMS દ્વારા બતાવવામાં આવશે. જે પોલીસકર્મી, અધિકારીઓના મોબાઇલ નંબર પોલીસ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં નથી તેમને જિલ્લાના ડીસીપી અને આઈટી સેલ દ્વારા મેલ કરવામાં આવશે.

મુક્તેશ ચંદ્રના મતે ગૃહ મંત્રાલયના આદેશ પછી દિલ્હી પોલીસનો મોબાઈલ નંબર ડેટા બેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કોવિડ-19 વેક્સીન સરકારના આદેશ પ્રમાણે દિલ્હી પોલીસમાં પણ સૌથી પહેલા ગંભીર બીમારીથી ગ્રસ્ત, 50થી વધારે ઉંમરના અધિકારીઓ-જવાનોને લગાવવામાં આવશે. તે પછી બીજા સ્ટાફને વેક્સીન આપવામાં આવશે.

(12:04 am IST)