Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના કાર્યોની વિશ્વમાં લેવાઈ નોંધ : હાર્વર્ડ યુનિવર્સિટીએ વ્યાખ્યાન આપવા નિમંત્રણ આપ્યું

ઝારખઁડમાં આદિવાસીઓના અધિકાર, સતત વિકાસ, કલ્યાણકારી નીતિઓ અને કોરોના સંક્રમણ કાળમાં રાજ્ય સરકારે કરેલા કાર્યો પર વિગતવાર વક્તવ્ય આપશે.

રાંચી :ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ફેબ્રુઆરી 2021માં વક્તવ્ય આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી આમંત્રણ મળ્યુ છે. મુખ્યમંત્રીએ આયોજકોનો ધન્યવાદ કરીને આ નિમંત્રણનો સ્વિકાર કર્યો છે. મુખ્યમંત્રી ઝારખઁડમાં આદિવાસીઓના અધિકાર, સતત વિકાસ, કલ્યાણકારી નીતિઓ અને કોરોના સંક્રમણ કાળમાં રાજ્ય સરકારે કરેલા કાર્યો પર વિગતવાર વક્તવ્ય આપશે.

હેમંત સોરેન ઝારખંડના પહેલા એવા મુખ્યમંત્રી હશે, જેમને હાર્વર્ડ યુનિવર્સિટીમાં વ્યાખ્યાયન આપવાનો મોકો મળશે. સાથે જ વિશ્વ પટલ પર આદિવાસીઓના મુદ્દાને રાખવાનો મોકો મળશે. 18માં વાર્ષિક ભારત સંમેલનમાં દુનિયાભરમાં પસંદગીના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જે ભારત અને તેનાથી જોડાયેલા મુદ્દા પર વિગતવાર ચર્ચા કરી શકે.

હેમંત સોરેન હાર્વર્ડ યુનિવર્સિટીમાં વ્યાખ્યાયન આપશે. કોરોનાકાળમાં શ્રમિકો માટે કરેલી મદદ, શ્રમિકો માટે કરેલી ટ્રેનોની વ્યવસ્થઆ, ઘરે પાછા લાવવા માટેની મદદ, આ કાર્યોની દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ તેમના ખૂબ વખાણ થયા છે. આ ઉપરાંત આદિવાસી બહુમતી વાળા વિસ્તાર ઝારખંડ જેવા રાજ્યોમાં આદિજાતિ વિકાસ માટે શરૂ કરવામા્ં આવેલી યોજનાઓથી રાજ્યની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે. આ તમામ વાતોને હેમંત સોરેન વિશ્વ પટલ પર રજૂ કરશે.

(12:11 am IST)