Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

NDA સરકારની કામગીરીથી ૬૭% લોકો સંતુષ્ટઃ કોવિડ સામેની લડાઈને મોટી ઉપલબ્‍ધિ ગણાવી

‘મૂડ ઓફ ધ નેશન' સર્વેમાં એનડીએ સરકારની કામગીરી પર પણ સવાલો પૂછવામાં આવ્‍યા હતા : સર્વેમાં કુલ ૧ લાખ ૪૦ હજાર ૯૧૭ લોકોએ ભાગ લીધો હતો અને પૂછાયેલા ઘણા પ્રશ્‍નોના જવાબ આપ્‍યા હતા

નવી દિલ્‍હી, તા.૨૭: દેશના રાજકીય મૂડને સમજવા માટે, Aaj Tak/India TodayC-Voter સાથે મળીને એક સર્વે કર્યો. જેમાં કુલ ૧ લાખ ૪૦ હજાર ૯૧૭ લોકોએ ભાગ લીધો હતો અને પૂછાયેલા અનેક પ્રશ્‍નોના જવાબ આપ્‍યા હતા. ‘મૂડ ઓફ ધ નેશન' સર્વેમાં એનડીએ સરકારની કામગીરી પર પણ સવાલો પૂછવામાં આવ્‍યા હતા. સર્વેમાં આજે લોકસભાની ચૂંટણી યોજાય તો લોકોએ ફરી એકવાર ફઝખ્‍ને બહુમતી આપી છે.

૬૭ ટકા લોકોએ કહ્યું કે ૯ વર્ષથી સત્તામાં રહેલી મોદી સરકારનું કામ સંતોષકારક છે. ઓગસ્‍ટ ૨૦૨૨ના સર્વેની તુલનામાં, આ આંકડામાં ૧૧ ટકાનો વધારો નોંધવામાં આવ્‍યો છે. ઓગસ્‍ટ ૨૦૨૨માં કરાયેલા સર્વે મુજબ ૩૭ ટકા લોકો NDAની કામગીરીથી અસંતુષ્ટ હતા, પરંતુ હવે આ આંકડો ઘટીને ૧૮ ટકા થઈ ગયો છે.

સર્વેમાં ૬૭ ટકા લોકોએ NDAની કામગીરીને ખૂબ સારી ગણાવી અને ૧૧ ટકા લોકોએ કહ્યું કે તે સારી છે. જ્‍યારે ૧૮ ટકા લોકોએ ખરાબ કહ્યું છે. લોકોએ કોરોના સામેની લડાઈમાં મળેલી જીતને મોદી સરકારની સૌથી મોટી ઉપલબ્‍ધિ ગણાવી છે. ૨૦ ટકા લોકોએ કોરોના સામે લડવામાં મોટી સફળતા ગણાવી છે. જ્‍યારે ૧૪ ટકા લોકોએ કલમ ૩૭૦ હટાવવાની, ૧૧ ટકા લોકોએ રામ મંદિર નિર્માણ અને ૮ ટકા લોકોએ જન કલ્‍યાણ યોજનાને સફળ જાહેર કરી છે.

જ્‍યારે તેમને પૂછવામાં આવ્‍યું કે એનડીએ સરકારની સૌથી મોટી નિષ્‍ફળતા શું છે તો તેના જવાબમાં ૨૫ ટકા લોકોએ મોંઘવારીને એનડીએની સૌથી મોટી નિષ્‍ફળતા ગણાવી છે. બીજી તરફ, ૧૭ ટકા બેરોજગારી, ૮ ટકા કોવિડ-૧૯ અને ૬ ટકા આર્થિક વિકાસને મોટી નિષ્‍ફળતા ગણાવી છે.

કોંગ્રેસ પક્ષમાં સુધારા કોણ લાવી શકે?: આ સવાલના જવાબમાં ૨૬ ટકા લોકોએ રાહુલ ગાંધીનું નામ લીધું છે. ૧૬ ટકા લોકોએ સચિન પાયલટ, ૧૨ ટકા લોકોએ મનમોહન સિંહ, ૮ ટકા પ્રિયંકા ગાંધી અને ૩ ટકા લોકોએ મલ્લિકાર્જુન ખડગેનું નામ લીધું છે.

(11:30 am IST)