Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

રૉ ચીફના ફોન કૉલથી પાકિસ્તાનમાં હચમચ્યું : વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવા મજબુર

પીએમ મોદી તરફથી RAWએ ISIને આપ્યો હતો એક લાઇનનો સંદેશ: અભિનંદનને મુક્ત થયાને બે વર્ષ પુરા:બહાર આવી ઇનસાઇડ સ્ટોરી

ભારતીય વાયુસેનાના જાંબાજ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને 2 વર્ષ પહેલા 2019માં આજના જ દિવસે એટલે 27 ફેબ્રુઆરીએ ભારતીય બોર્ડરમાં ખુસેલા પાકિસ્તાની વિમાનોને તગેડતા પીઓકેમાં પહોંચી ગયા હતા.

ભારતના જબરદસ્ત દબાણના કારણે તેઓ 1 દિવસમાં જ પાકિસ્તાને તેમને મુક્ત કરવાનું એલાન કરવા મજબૂર થવું પડ્યું હતું

દબાણ કેવી રીતે થયું હતું, તેનો ખુલાસો પાકિસ્તાન સંસદમાં સાંસદ અયાજ સાદિકે કર્યો હતો કે કેવી રીતે વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીને એ કહેતા પગ ધ્રૂજી રહ્યા હતા કે જો અભિનંદનને મુક્ત નહીં કરવામાં આવે તો રાત્રે 9 વાગ્યે ભારત હુમલો કરવાનું છે. જોકે, ત્યારે પાકિસ્તાનીઓને કબજામાં અભિનંદનની લોહીલૂહાણ તસવીરો જોયા બાદ પીએમ મોદીએ પાકિસ્તાનને કડક સંદેશ મોકલાવ્યો વિંગ કમાન્ડરને તાત્કાલિક મુક્ત કરો. હિન્દુસ્તાન ટાઇમ્સના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી મોદીનો પાકિસ્તાનને સંદેશ હતો, 'અમારા હથિયારોનો જથ્થો દિવાળી માટે નથી રાખવામાં આવ્યો.

  અભિનંદનના પાકિસ્તાનના કબજામાં આવ્યાના આગલા જ દિવસ 28 ફેબ્રુઆરીએ ઇમરાન ખાનને તેમની મુક્તી માટે એલાન કરવું પડ્યું. પાકિસ્તાની પ્રધાનમંત્રીએ આને 'શાંતિનો સંદેશો' ગણાવ્યો હતો. 1 માર્ચે અભિનંદન અટારી બૉર્ડરના રસ્તે ભારત પરત ફર્યા. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, પ્રધાનમંત્રી મોદીએ જ્યારે ઇન્ડિય પાયલોટને લોહીથી લથબથ હાલતમાં અને બંધક બનાવનારાઓને હસ્તા ચેહરાઓ વાળી તસ્વીરો અને વીડિયો જોયા. ત્યારે તેમણે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW)ના ચીફ અનિલ ધસમાનાને કહ્યું કે, પાકિસ્તાનનને સ્પષ્ટ સંદેશો મોકલવામાં આવે કે જો અભિનંદનની તાત્કાલિક મુક્તિ ન કરવામાં આવી તો પરિણામ ગંભીર હશે. પ્રધાનમંત્રી મોદીનો પાકિસ્તાન માટે સંદેશ હતો, 'અમારા હથિયારોનો જથ્થો દિવાળી માટે નથી રાખવામાં આવ્યો.

રૉ ચીફ ધસમાનાએ તાત્કાલિક આઈએસઆઈ ચીફ લેફ્ટિનેન્ટ જનરલ સૈયદ આસિમ મુનીર અહમદ શાહને ફોન લગાવ્યો અને સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને ભારતનો સંદેશ સંભળાવ્યો. સંદેશ એટલો સ્પષ્ટ અને કડક હતો કે મુનીર હચમચી ગયા હતા. રૉ ચીફે કહી દીધું હતું કે, હવે ઇસ્લામાબાદની ઉપર છે કે તેઓ શું ઇચ્છે છે, જો પાયલોટને સામાન્ય ઇજા પણ થઇ તો ગંભીર પરિણામ આવશે. તેમને વગર કોઇ નુકસાને છોડી દેવામાં આવે. આ ફોન કૉલ બાદ પાકિસ્તાનમાં હડકંપ મચવો સામાન્ય હતું.

ભારતે સમગ્ર તૈયારી પણ કરી લીધી હતી. સેનાને રાજસ્થાન સેક્ટરમાં પૃથ્વી બેલિસ્ટિક મિસાઇલોને તૈયાર રાખવાના આદેશ આપી દેવાયા હતા. પાકિસ્તાનમાં હડકંપ તો હતો જ પરંતુ અમેરિકા સુધી ચિંતા હતી

હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, તાત્કાલિક આઇએસઆઇ ચીફ મુનીરે 28 ફેબ્રુઆરીના રોજ રૉ ચીફને એક સીક્રેટ લેટર લખ્યો જેવામાં અભિનંદનને મુક્ત કરવાના નિર્ણયની માહિતી આપવામાં આવી હતી. આ લેટર અંગે પીએમ મોદીને જાણકારી આપી હતી. ત્યારબાદ એ જ દિવસે ઇમરાન ખાને પાકિસ્તાની સંસદમાં અભિનંદનને મુક્ત કરવાનું એલાન કર્યું. ખાસ વાત એ છે કે 2019માં મુનિરને આઇએસઆઇ ચીફના પદેથી હટાવી દેવાયા હતા. તેઓ માત્ર 8 મહિના સુધી જ પદ પર રહી શક્યા. તેમની જગ્યાએ કટ્ટરપંથી મનાતા લેફ્ટિનેન્ટ જનરલ ફૈઝ હમીદને આઈએસઆઈને ચીફ બનાવ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, 27 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય વાયુસીમામાં ઘુસેલા પાકિસ્તાની વિમાનોને ભારતીય લડાકૂ વિમાનોએ ભગાડ્યા હતા. આ દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન પોતાના મિગ-21 બાઇસન વિમાનથી પાકિસ્તાનના એક એફ-16 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. આ દરમિયાન તેમનું વિમાન દુર્ઘટનાનું શિકાર થઇ ગયું જ્યાર બાદ તેઓ સુરક્ષિત ઉતર્યા પરંતુ પીઓકેમાં ઉતર્યા. ત્યાં તેમને પાકિિસ્તાને તેમને કબજામાં લઇ લીધા હતા. ભારતીય તરીકે ઓળખ બાદ તેમની સ્થાનિક લોકોએ મારપીટ કરી હતી. તેમનો ચેહરો લોહીથી લથબથ હતો પરંતુ હિમ્મત અને જુસ્સો અડગ હતો.

(11:40 pm IST)