Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

આ દેશના ઇતિહાસમાં સૌથી નિર્દોષ વ્યક્તિ" છું: મારા જીવનના દરેક પાસાને ઉંધાચત્તા ચીતરવામાં આવ્યા છે: ટેક્સાસમાં ટ્રમ્પની રેલીમાં હજારો ઉમટી પડ્યા

ધરપકડના ભય વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સાસમાં વેકો ખાતે આજે રેલી યોજી જેમાં હજારો લોકો ઉમટી પડ્યા, મેળાનો માહોલ જોવા મળ્યો. ટ્રમ્પે કહ્યું આજ સુધીમાં મારા જેવો નિર્દોષ વ્યક્તિ અમેરિકામાં પેદા થયો નથી. 

 ૨૦૨૧ માં અમેરિકાનાનું પ્રમુખ પદ છોડ્યા પછી ટ્રમ્પ ઉપર સંખ્યાબંધ ક્રિમિનલ આરોપો મૂકવામાં આવ્યા છે. પોતાના અંગત, નાણાકીય અને વ્યવસાયિક જીવનના દરેક પાસાને, તદ્દન ઉંધુ ચત્તુ અને વિપરીત ચીતરી દેવામાં આવ્યું છે એમ જણાવી દાવો કર્યો કે તેઓ "આ દેશના ઇતિહાસમાં સૌથી નિર્દોષ વ્યક્તિ" છે.

 

(12:00 am IST)