Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

૧ એપ્રિલથી વધી જશે પાન મસાલા અને તમાકુના ભાવો

સરકારે આ ઉત્‍પાદનો પર સૌથી વધારે જીએસટી ઉપકર નક્કી કર્યો

નવી દિલ્‍હી, તા.૨૭: સરકારે પાનમસાલા, સીગારેટ અને તમાકુના અન્‍ય ઉત્‍પાદનો પર જીએસટી વળતર ઉપકરની અધિકતમ દરની સીમા નક્કી કરી છે. આ સાથે જ સરકારે ઉચ્‍ચતમ દરને રીટેઇલ વેચાણ ભાવ સાથે પણ જોડી દીધો છે.

ઉપકર દરની લીમીટ ગત શુક્રવારે લોકસભામાં પસાર નાણાં વિધેયક, ૨૦૨૩માં સુધારાઓ હેઠળ લાવવામાં આવી છે. આ સુધારો એક એપ્રિલથી લાગુ થશે.

સુધારા અનુસાર, પાન મસાલા માટે જીએસટી વળતરનો અધિકતમ ઉપકર પ્રતિ યુનીટ રીટેઇલ ભાવના ૫૧ ટકા હશે. વર્તમાન વ્‍યવસ્‍થા હેઠળ ઉપકર ઉત્‍પાદનના ભાવ અનુસાર ૧૩૫ ટકા પર લગાવવામાં આવે છે.

તમાકુ પર આ દર ૪૧૭૦ રૂપિયા પ્રતિ ૧ હજાર સ્‍ટીકની સાથે મૂલ્‍યાંનુસાર ૨૯૦ ટકા અથવા પ્રતિ યુનીટ રીટેઇલ ભાવના ૧૦૦ ટકા નક્કી થયો છે. અત્‍યાર સુધી સૌથી ઉંચો દર ૪૧૭૦ રૂપિયા પ્રતિ હજાર સ્‍ટીક સાથે મુલ્‍યાનુસાર ૨૯૦ ટકા છે.

આ ઉપકર જીએસટીના સૌથી ઉંચા ૨૮ ટકાના દર ઉપર લગાવવામાં આવે છે. જો કે કર નિષ્‍ણાંતોનું માનવુ છે કે આ ફેરફાર પછી લાગુ થનાર વતળર ઉપકરની ગણત્રી માટે જીએસટી પરિષદે અધિસૂચના જાહેર કરવાની જરૂર પડશે.

(3:37 pm IST)