Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ મે મહિનામાં પોર્ટુગલની બે દિ'ની મુલાકાત લેશે

ભારતના રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુ ૧૭ અને ૧૮ મેના રોજ પોર્ટુગલની મુલાકાત લેશે. તેઓશ્રી પ્રથમ વખત પોર્ટુગલના પ્રવાસે જઇ રહ્યા છે. શ્રીમતી મુર્મુની આ મુલાકાતને લઇને ભારતીય સમુદાયમાં ભારે ઉત્‍સાહની લાગણી પ્રવર્તે છે.

પોર્ટુગલના પ્રધાનો, ભારતના એમ્‍બેસેડર હીઝ એકસેલન્‍સી શ્રી મનીષજી ચૌહાન, ટોચના અધિકારીઓ, ટોચના ઉદ્યોગપતિ શ્રી તેજસભાઇ કકકડ અને અન્‍ય મહાનુભાવો રાષ્‍ટ્રપતિશ્રીને આવકારશે તેમ જાણવા મળે છે.

(11:42 am IST)