Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

પુડુચેરીમાં ભાજપ નેતા સેન્થીલ કુમારનને ઘેરી બોમ્બ ફેકી, છરી હુલાવી ક્રુર હત્યા:ઘટના સીસીટીવીમાં કેદ

ગૃહમંત્રી નમસ્સિવમના નજીકના કુટુંબીજન હતા

નવી દિલ્હી:પુડુચેરીના ભાજપ નેતા સેન્થીલ કુમારનની ગઈ રાત્રે ક્રુર હત્યા થઈ છે. ગઈ રાત્રે બાઈક ઉપર આવેલા સાત લોકો દ્વારા સૌપ્રથમ તેના ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યા અને  પછી ચાકુ હુલાવી હત્યા કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બે લોકો દેશી બોમ્બ ફેંકી રહ્યા છે

 

૪૫ વર્ષના ભાજપના આ કાર્યકર પૂડુચેરીના ગૃહમંત્રી નમસ્સિવમના નજીકના કુટુંબીજન છે. તેઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને કુમારનની લાશ જોઈ રડી પડ્યા હતા. કુમારન ભીડવાળા વિસ્તારમાં બેકરી પાસે ઊભા હતા ત્યારે બાઈક ઉપર આવેલા લોકોએ તેને ઘેરી લીધેલ અને બે બોમ્બ ફેંક્યાં હતા. આરોપી શરણે આવી ગયા છે.

(9:20 pm IST)