Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2024

‘મેરા હુકુમ હૈ રૂમ આઓ જલદી', જાડેજાએ જાહેરમાં રિવાબાને આ શું કહી દીધું!

રિવાબાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતીઃ એ તસવીર જોઈને ક્રિકેટર રવિન્‍દ્ર જાડેજાએ એવી કમેન્‍ટ કરી દીધી કે બધા ચોંકી ગયા

મુંબઇ,તા. ૨૭: રવિન્‍દ્ર જાડેજા છેલ્લી ઘણી સીઝનથી ચેન્નઈ સુપર કિંગ્‍સ ટીમનો મહત્‍વનો સભ્‍ય છે. ૨૦૨૩માં તે જાડેજા હતા જેમણે છેલ્લા બોલ પર ચોગ્‍ગો ફટકારીને ચેન્નઈને ચેમ્‍પિયન બનાવ્‍યું હતું અને જે મહેન્‍દ્ર સિંહ ધોનીને ગળે લગાવાને કોણ ભૂલી શકે. CSKના નવા કેપ્‍ટન રુતુરાજ ગાયકવાડે છઠ્ઠી વખત પોતાની ટીમને ચેમ્‍પિયન બનાવવા માટે ધોની તેમજ જાડેજા પર નિર્ભર રહેવું પડશે. જાડેજાને ૨૦૨૨માં CSKના કેપ્‍ટન પણ બનાવવામાં આવ્‍યો હતો, પરંતુ તેણે આઠ મેચ બાદ પદ છોડ્‍યું અને એમએસ ધોનીએ ફરીથી કેપ્‍ટનશીપ સંભાળી. CSK ની IPL 2024ના પ્રથમ મેચમાં જાડેજાએ મહત્‍વપુર્ણ ૨૫ રન બનાવ્‍યા અને ચાર ઓવરમાં માત્ર ૨૧ રન આપ્‍યા.

જાડેજા તાજેતરમાં પત્‍ની રીવાબા ની સોશિયલ મીડિયા પોસ્‍ટ પર કોમેન્‍ટ કરતો જોવા મળ્‍યો હતો. રિવાબાએ ઈન્‍સ્‍ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી હતી, જેની પૃષ્ઠભૂમિમાં ચેન્નઈ સુપર કિંગ્‍સની જર્સીમાં જાડેજાની તસવીર દેખાય છે. રીવાબાએ ટી-શર્ટ પહેરી હતી જેના પર ‘હુકુમ' લખેલું હતું. તે ફોટા પર કોમેન્‍ટ કરતાં જાડેજાએ લખ્‍યું કે, ‘મારો હુકમ છે કે જલ્‍દી રૂમમાં આવો' ચાહકોને જાડેજાની કમેન્‍ટ અને રીવાબાની તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે. રિવાબા પણ IPLમાં CSKના મેચ જોવા પહોંચ્‍યા છે. ગયા વર્ષે ચેન્નઈ ચેમ્‍પિયન બની ત્‍યારે રિવાબા પણ ધોનીના પગ સ્‍પર્શ કરતા જોવા મળ્‍યા હતા. રીવાબા જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્‍ય છે.

(10:41 am IST)