Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2024

મિસ યુનિવર્સ પેજન્‍ટમાં પહેલીવાર ફરકશે સાઉદી અરેબિયાનો ધ્‍વજઃ મોડેલ રૂમી અલકાહતાની પ્રથમ વખત સ્‍પર્ધામાં દેશનું પ્રતિનિધિત્‍વ કરશે

ઈતિહાસમાં પ્રથમ વખત ઈસ્‍લામિક દેશ સાઉદી અરેબિયાનો ધ્‍વજ પણ સ્‍પર્ધાના મંચ પર જોવા મળશે

દોહા,તા.૨૭: સૌંદર્ય સ્‍પર્ધા મિસ યુનિવર્સ આ વખતે ખૂબ જ ખાસ બનવા જઈ રહી છે. ઈતિહાસમાં પ્રથમ વખત ઈસ્‍લામિક દેશ સાઉદી અરેબિયાનો ધ્‍વજ પણ સ્‍પર્ધાના મંચ પર જોવા મળશે. મોડેલ રૂમી અલકાહતાની પ્રથમ વખત સ્‍પર્ધામાં દેશનું પ્રતિનિધિત્‍વ કરશે. ૨૭ વર્ષની રૂમી આ પહેલા પણ ઘણી બ્‍યુટી કોન્‍ટેસ્‍ટમાં ભાગ લઈ ચૂકી છે. રૂમી અલકાહતાનીએ સોશિયલ મીડિયા પોસ્‍ટ દ્વારા આ માહિતી આપી છે.

રૂમી અલકાહતાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્‍ટિવ રહે છે. ઈન્‍સ્‍ટાગ્રામ પર તેના ૧૦ લાખ ફોલોઅર્સ છે. સોમવારે રૂમીએ તેના ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પર એક પોસ્‍ટ શેર કરી અને માહિતી આપી કે તે મિસ યુનિવર્સ સ્‍પર્ધામાં દેશનું પ્રતિનિધિત્‍વ કરશે. તે જાણીતું છે કે મિસ યુનિવર્સ વિશ્વની સૌથી લોકપ્રિય સૌંદર્ય સ્‍પર્ધા છે.

સૌંદર્ય સ્‍પર્ધાઓમાં સાઉદી અરેબિયાની ભાગીદારી એ એક મોટું પગલું છે. એવો પણ સંકેત છે કે ક્રાઉન પ્રિન્‍સ મોહમ્‍મદ બિન સલમાન અલ સઉદના નેતૃત્‍વમાં રૂઢિચુસ્‍ત વિચારધારા ધીમે-ધીમે ખતમ થઈ રહી છે. રૂમી અલકાહતા કહે છે કે, ‘મિસ યુનિવર્સ ૨૦૨૪ પેજન્‍ટમાં ભાગ લેવા માટે હું સન્‍માનિત છું. સાઉદી અરેબિયા પ્રથમ વખત સ્‍પર્ધામાં ભાગ લેશે.' રૂમીએ સોશિયલ મીડિયા પર તેની સુંદર તસવીરો શેર કરી છે, જેમાં તે સાઉદી અરેબિયાનો ધ્‍વજ પકડીને જોવા મળી રહી છે. ઘણી વૈશ્વિક સ્‍પર્ધાઓમાં ભાગ લઈ ચૂકેલા રૂમીએ થોડા દિવસો પહેલા મલેશિયામાં મિસ એન્‍ડ મિસિસ ગ્‍લોબલ એશિયનમાં ભાગ લીધો હતો.

રૂમી અલકાહતા કહે છે કે, મિસ યુનિવર્સ ૨૦૨૪ પેજન્‍ટમાં ભાગ લેવા બદલ હું સન્‍માનિત છું. સાઉદી અરેબિયા પ્રથમ વખત સ્‍પર્ધામાં ભાગ લેશે. રુમીએ સોશિયલ મીડિયા પર તેની સુંદર તસવીરો શેર કરી છે, જેમાં તે સાઉદી અરેબિયાનો ધ્‍વજ પકડીને જોવા મળી રહી છે. ઘણી વૈશ્વિક સ્‍પર્ધાઓમાં ભાગ લઈ ચૂકેલા રૂમીએ થોડા દિવસો પહેલા મલેશિયામાં મિસ એન્‍ડ મિસિસ ગ્‍લોબલ એશિયનમાં ભાગ લીધો હતો.

રિયાધમાં જન્‍મેલી રૂમી અલકાહતાની મિસ સાઉદી અરેબિયા રહી ચૂકી છે. આ સિવાય તેણે મિસ આરબ વર્લ્‍ડ પીસ ૨૦૨૧ અને મિસ વુમન (સાઉદી અરેબિયા)નો ખિતાબ પણ જીત્‍યો છે. આ વર્ષે મેક્‍સિકોમાં સૌંદર્ય સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવશે. નિકારાગુઆની શેનીસ પેલેસિયોસ હાલમાં મિસ યુનિવર્સ છે.

(10:43 am IST)