Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2024

દાળોની વધેલી કિંમતો પાછળ સટ્ટાની આશંકા

પોલીસ કરશે તપાસ

નવી દિલ્‍હી,તા.૨૭: દેશમાં છેલ્લા ઘણા સમયથી દાળની કિંમતોમાં વધારો થયો હતો. આ દાળોની કિંમતોના વધારા પાછળ સટોડિયાઓનો હાથ હતો. જેથી કેન્‍દ્ર સરકારે દેશમાં દાળની વધેલી કિંમતો બાબતે દિલ્‍હી પોલીસને કાર્યવાહી કરવામાં આવી છે.

આ સંબંધમાં વિભાગના જાણમાં આવ્‍યું હતું કે યુટ્‍યુબમાં એગ્રીવર્લ્‍ડ ચલાવનારા મુંબઈના અમિત શુક્‍લા સોશિયલ મિડિયા અને યુટ્‍યુબ ચેનલ દ્વારા દાળાની બજાર કિંમતો વિશે સટ્ટો લગાવવાની માહિતી નો પ્રસાર કરતો હતો. એ કામગીરી ઉપભોક્‍તા મામલાના વિભાગ માટે ચિંતાનો વિષય છે. શુક્‍લા દ્વારા પ્રસારિત કરાતી માહિતી બજારના ખેલાડીઓ માટે બેઇમાની કરતા અને જમાખોરી માટે સંભવિત રૂપે જવાબદાર છે.

સરકારે પત્રમાં પોલીસને આદેશ આપ્‍યો હતો કે એગ્રીવર્લ્‍ડની કામગીરીની ઊંડી તપાસ કરવામાં આવે. એ સાથે ચેનલ પર કાયદા હેઠળની ઉચિત કાર્યવાહી કરવામાં આવે. આ કાર્યવાહી પછી આ વિભાગને રિપોર્ટ પણ મોકલવામાં આવે.

કેન્‍દ્ર સરકારના ઓનલાઇન મંડી પ્‍લેટફોર્મ રાષ્ટ્રીય કૃષિ બજાર (e-NAM) મુજબ મહારાષ્ટ્ર અને ઔરંગાબાદની લાસુર સ્‍ટેશન મંડીમાં ૧૮ માર્ચે અડદનો ન્‍યૂનતમ ભાવ રૂ. ૯૫૧૬ અને મહત્તમ ભાવ રૂ. ૯૬૧૧ પ્રતિ ક્‍વિન્‍ટલ હતો. આ પ્રકારે અમરાવતી જિલ્લાના અંજનગાવ સુરજીમાં અડદનો ન્‍યૂનતમ ભાવ રૂ. ૯૩૩૫ અને મહત્તમ રૂ. ૯૮૮૦ પ્રતિ ક્‍વિન્‍ટલ રહ્યો હતોત, જયારે નાગપુરની કાટોલ મંડીમાં મહત્તમ ભાવ રૂ. ૯૯૧૧ પ્રતિ ક્‍વિન્‍ટલ રહ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સરકારે સ્‍થાનિક બજારમાં દાળોની કિંમત પર અંકુશ લાવવા માટે ઓછી કિંમતો દાળો આયાત કરવા ઇચ્‍છતી હતી.

(10:46 am IST)