Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

૩૧ જુલાઇના પૂર્ણ થશે અનલોક-૨: હશે અનલોક-૩?

નવી દિલ્હી, તા.૨૭: દેશમાં કોરોના વાયરસના કહેર રોકાવવાનું નામ નથી લઇ રહ્યો. દરરોજ હજારોની સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે અનલોક-૨ની સમયમર્યાદા ૩૧ જુલાઇના રોજ પુર્ણ થવા જઇ રહી છે અને અનલોક-૩ ની શરૂઆત થશે. અનલોક-૩ની સાથે જયાં લોકો માટે સુવિધાઓમાં વધારો થશે. ત્યાં કોરોનાના પ્રસારને લઇને પણ ભય જોવા મળી રહ્યો છે.

અનલોક-૩માં સોશિયલ ડિસ્ટેન્સિંગની સાથે સિનેમા હોલ, જિમ, શોપિંગ મોલને ખોલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સિનેમા હોલ ખોલવા માટે સૂચના પ્રસારણ મંત્રાલય તરફથી ગૃહ મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.

અનલોક-૩ માટે જનતા ઘણી વ્યાકુળ છે. લોકોના દિમાગમાં સરકાર દ્વારા કઇ-કઇ વસ્તુઓમાં છૂટ આપવામાં આવશે તે વિચાર ચાલી રહ્યાં છે. સૂત્રોનું માનીએ તો હજુ સુધી સ્કૂલો ખોલવાનો વિચાર કરવામાં આવ્યો નથી. ત્યારે સિનેમા હોલને ખોલવાની છૂટ મળી શકે છે.

સિનેમા હોલ માલિકો અને સૂચના પ્રસારણ મંત્રાલયની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રાલયે સિનેમા હોલના માલિકોની સામે પ્રસ્તાવ રાખ્યો છે કે, તેઓ ૨૫થી ૫૦ ટકા દર્શકોની સાથે મલ્ટીપ્લેકસ, સિંગલ વિન્ડો સિનેમાઘર ખોલી શકે છે.

અનલોક-૩માં જિમ અને શોપિંગ મોલ ખુલી શકે છે પરંતુ મેટ્રો અને સ્કૂલ ખોલવા પર પ્રતિંબધ રહશે.

તમને જણાવી કઇએ કે, કોરોના કેસમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ ૧૩ લાખ ૨૫ હજાર ૫૨૨ કેસ સામે આવ્યા છે.

(10:15 am IST)