Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

બકરી દૂધ આપે એવુ તો જોયુ હશેઃ પણ અહીં તો બકરો દૂધ આપે છે!

સવાર સાંજ આપે છે અડધો લીટર દૂધઃ લોકોના ટોળા ટોળા જોવા આવે છે

જયપુર, તા.૨૭: રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જયાં એક બકરો દૂધ આપે છે. રસપ્રદ વાત તો એ છે કે, આ બકરાના માલિક જણાવે છે કે, અમે તો આ બકરાનું દૂધ પણ પીએ છીએ.

આ મામલો ધૌલપુરના ગુર્જાનો છે. જયાં એક બકરામાં હોર્મોનમાં થયેલા ફેરફારના કારણે સવાર-સાંજે મળીને કુલ અડધો લીટરની આસપાસ દૂધ આપે છે. બકરાના માલિક રાજવીર ૧૬ મહિના પૂર્વે આ બકરાને પશુ હાટમાંથી અઢી હજારમાં તેને ખરીદીને લાવ્યા છે.

૧૬ માસ પૂર્વે ખરીદી લાવેલા આ બકરામાં ૬ મહિના પહેલા માદા બકરીના હોર્મોન વિકસીત થવા લાગ્યા હતા. જેના કારણે આ બકરો દૂધ આપવા લાગ્યો હતો.હવે સમગ્ર પરિવાર આ બકરાના દૂધનું સેવન કરે છે. તેમને આ દૂધ પીવાથી કોઈ વાંધો નથી. આ બકરામાં નર અને માદા એમ બંને પ્રકારના અંગ છે.

આજૂબાજૂ ગામના લોકો પણ આ બકરાને જોવા માટે આવી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં આ બકરાની વાતો થઈ રહી છે. જિલ્લામાં જયારે આ પ્રકારની વાત બહાર આવી તો , દૂર દૂરથી લોકો જોવા માટે આવી રહ્યા છે.

(10:17 am IST)