Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રામ મંદિર ભૂમિ પૂજનમાં સામેલ થશે અડવાણી અને જોશી

લગભગ ૨૦૦ લોકોને બોલાવવામાં આવશે

નવી દિલ્હી,તા.૨૭:અયોધ્યામાં આગામી ૫ ઓગસ્ટના રામ મંદિરના ભૂમિ પૂજન સમારોહ માટે જે લોકોને આમંત્રિત કરવામાં આવ્યો છે. તેમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી , મુરલી મનોહર જોશી  અને રાષ્ટ્રીય સ્વયં સેવક સઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત  સામેલ છે. દૂરદર્શન દ્વારા આ સમારોહનું સીધુ પ્રસારણ કરવામાં આવશે. મંદિરના ટ્રસ્ટીએ રવિવારે આ જાણકારી આપી છે.

શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્ય અનિલ મિશ્રાએ જણાવ્યું કે, આ સિવાય, બધા ધર્મોના આધ્યાત્મિક નેતાઓને આમંત્રિત કરવાનો વિચાર છે.

તેમણે કહ્યું કે, કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખી સામાજીક અંતર બનાવી રાખવાના નિયમનું પાલન કરતા આ કાર્યક્રમમાં સીમિત સંખ્યા લગભગ ૨૦૦ લોકોને બોલાવવામાં આવશે. તેમણે કહ્યું કે, યાદીને અંતિમ રૂપ આપવાનું બાકી છે.

મિશ્રાએ કહ્યું કે, મંદિર આંદોલનનો ભાગ રહેલા લોકોને આમંત્રણ આપવામાં આવશે. જેમાં ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સામેલ છે.

મંદિરના એક અન્ય ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલે જણાવ્યું કે, આરએસએસના પ્રમુખ મોહન ભાગવત અને મહાસચિવ સુરેશ ભૈયાજી જોશીને પણ વિહિપના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારની સાથે કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવી રહ્યાં છે.

ટ્રસ્ટના સભ્યો અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રામ મંદિરની આધારશિલા મુકવા માટે અયોધ્યા આવવાની સંભાવના છે. ચૌપાલે કહ્યું કે, ભૂમિ પૂજન માટે ગુરૂદ્વારો, બૌદ્ઘ અને જૈન મંદિરો સહિતના પ્રમુખ પૂજા સ્થળોથી માટી એકત્ર કરવામાં આવી રહી છે.

ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, આ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ કાર્યક્રમ હશે. તેમણે કહ્યું કે, દૂરદર્શન અને અન્ય ચેનલો દ્વારા આ કાર્યક્રમનું સીધુ પ્રસારણ કરવામાં આવશે.

તેણમે કહ્યું કે, ભગવાન રામના ભકતોને અપીલ છે કે, તેઓ અયોધ્યા આવવાની જગ્યાએ નજીકના મંદિરોમાં અથવા પોતાના ઘરે આ સમયે ઉત્સવ મનાવે.

(11:34 am IST)