Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

૧૦ વર્ષના ઐતિહાસિક આંકડાઃ ચાંદી અત્યાર સુધીમાં ૩૨ % વળતર આપી ચુકી છે

સોના ચાંદીમાં રોકાણકારો થઇ શકે છે માલામાલ

રાજકોટ,તા.૨૭: સોના ચાંદીના ભાવમાં હમણાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે સોના ચાંદીના ભાવના જાણકાર લોકો એવું કહી રહ્યા છે કે દિવાળી સુધીમાં સોનુ અને ચાંદી તેની મહત્ત્।મ સપાટી એ હશે. આ વર્ષે ચાંદી અત્યાર સુધીમાં ૩૨% વળતર આપી ચુકી છે તેવામાં જો રૂપિયામાં તેની ગણતરી કરવામાં આવે તો જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ચાંદીની કિંમત ૧૫૧૧૭ રૂપિયા વધી છે.

ચાંદીની આ તેજી કોરોનાનું લોકડાઉન, કે પછી ઇકવીટીમાં મંદી ઙ્ગમાનવામાં આવે છે કે કેમ તે હજુ નક્કી નથી કહી શકાતું કે પછી આ ભાવ વધારો વૈશ્વિક સંકેતોને લીધે છેકે કેમ તે પણ નક્કી નથી કહી શકાતું, એવામાં ઙ્ગ રોકાણકારોના મત અનુસાર ચાંદીમાં તેજી દર વર્ષે જૂન, જુલાઈ, ઓગસ્ટ મહિનામાં જોવામાં આવે છે. આ અનુમાન ઙ્ગછેલ્લા ૧૦ ઙ્ગવર્ષના અભ્યાસને ધ્યાને લઈને કહેવામાં આવે છે. આ ઉપરાંત એક વાત તે પણ ધ્યાને લેવામાં આવી છે કે દર વર્ષે ઓગસ્ટ મહિના માં ચાંદીના ભાવમાં વધારો જોવા મળે છે.

ચાંદી તેજીમાં

 . સોનાની તુલનામાં હવે ચાંદી પણ તેજીના પગલે છે માર્ચમાં ગોલ્ડ અને સિલ્વરનો રેશિઓ ૧૩૦ આસપાસ જોવા મળ્યો હતો. જે હવે ૮૨ થી ૮૩ આસપાસ થી જવા પામ્યો છે. આ અગાઉ આવી સ્થિતિ વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૧ વચ્ચે જોવા મળી હતી. -અજય કેડિયા( કેડિયા એડવાઈઝરીના પ્રમુખ.)

ચાંદીના ભાવ વધારાના કારણોઃ

.ચાંદી એક સુરક્ષિત સંપત્ત્િ। માનવામાં આવે છે.

.વિશ્વમાં લોકડાઉન ખુલતાની સાથે જ ઉદ્યોગોમાં ઉપયોગમાં આવતી ચાંદીની ડિમાન્ડ વધી છે.

.ચાંદી હજુ પણ ભાવમાં છે તેવામાં ઇન્ડસ્ટ્રી માંથી તેની માંગ વધે તેવી શકયતા જોવાઈ રહી છે.

.લોકડાઉનને પગલે કેટલીક માઇન્સ બંધ હાલતમાં છે. તેવામાં સપ્લાયમાં ઘટાડો હોવાથી ડિમાન્ડ વધશે.

.દેશમાં આ વર્ષે વરસાદની આશા સારી છે ત્યારે ચાંદીની ડિમાન્ડ રૂરલ માં પણ રહેશે.

.ભારતમાં સોલાર પાવર વધુને વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે ત્યારે આ સોલાર પ્લાન્ટમાં ચાંદીનો ઉપયોગ જોવા મળે છે.

.લોકડાઉનમાંથી બહાર આવતાની સાથે જ ચાંદીની ફેસ્ટિવલ ડિમાન્ડ પણ જોવા મળશે.

(3:51 pm IST)