Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

કોરોના સંક્રમિતોનો 'નેગેટીવ' રીપોર્ટ આવ્યા પછી પણ સંપૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત થવી મુશ્કેલ

ફેફસા અને હ્ય્દયને થાય છે મોટુ નુકશાન : જોધપુરના અનેક કિસ્સાઓના અભ્યાસનું તારણ

જોધપુર તા. ૨૭ : કોરોના સંક્રમિતો માટે ચિંતા કરાવે તેવુ એક તારણ બહાર આવ્યુ છે. જોધપુરમાં કરાયેલ એક સર્વેના આધારે જાહેર કરાયેલ બાબતમાં એવું જણાવાયુ છે કે કોરોના સંક્રમિતનો રીપોર્ટ જો એક દોઢ માસ સુધી નેગેટીવ ન આવ્યો હોય તો આવા લોકોના સ્વાસ્થ્યને નુકશાન પહોંચી શકે છે. પાછળથી ભલે તેમનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હોય પરંતુ તેમના ફેફસા, હ્ય્દય ઉપર મોટુ નુકશાન થઇ ચુકયુ હોય છે.

દેશના કેટલાય સ્થળોએ સ્વસ્થ્ય થઇ ચુકેલા દર્દીઓના ફેફસા અને હ્ય્દયની થયેલ તપાસમાં તકલીફો જોવા મળી છે. આવુ જ જોધપુરમાં થયેલી તપાસમાં બહાર આવ્યુ છે.

ટુંકમાં જે લોકો એકવાર કોરોના સંક્રમિત થયા એટલે મોટાભાગના દર્દીઓમાં આવી તકલીફો વધી જતી હોવાનું જાણવા મળ્યુ છે. જો કે બધા કિસ્સામાં સરખા પરિણામ નથી હોતા.

એઇમ્સની ડો. એસ.એન. મેડીકલ કોલેજ સાથે સંકળાયેલી હોસ્પિટોમાં કોરોના સંક્રમિત રહી ચુકેલા લોકોની થયેલ તપાસમાં હ્ય્દયમાં કોઇ તકલીફ થયાની ફરીયાદો તો ન મળી પણ ફેફસામાં અસર થયાનું ચોકકસ જોવા મળ્યુ હતુ.

કોરોનાને મહાત કરીને આવેલા દર્દીઓને ઓકસીજન મેળવવામાં પરેશાની ભોગવવી પડતી હોવાનું જોવા મળેલ. કેટલાય સંક્રમિતોએ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરીયાદો કરી હતી. રીપોર્ટ નેગેટીવ આવ્યા પછી કે ૧૭ માં દિવસ સુધી આવી સમસ્યા સર્જાયેલ.

આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે ઉપરોકત બન્ને સંસ્થામાં આવી ફરીયાદ લઇને અડધો ડઝન દર્દી પહોચ્યા હતા. ડો. એસ.એન. મેડીકલ કોલેજમાં મેડીકલ વિભાગના સીનીયર પ્રોફેસર ડો. નવીન કિશોરીયાએ જણાવેલ કે દર્દી સંપૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત નથી કરી શકતા. કેટલા દર્દીઓના ફેફસા ડેમેજ થયેલા જોવા મળ્યા.

જો કે આ દર્દીઓ કોરોનામાંથી ઉગરી ગયાનો આત્મસંતોષ જરૂર લઇ શકે છે. એમ તો સ્વાઇન ફલુમાં પણ સ્વસ્થ થયા પછી નાની મોટી તકલીફો રહેતી હતી. જે બરાબર થતા થોડો સમય લાગી જતો. બસ એવુ જ આમા સમજવાનું રહ્યુ છે.

(2:46 pm IST)