Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

સાંજે છ વાગે કર્ણાટક ભાજપના ધારાસભ્યોની બેઠક : નવા મુખ્યમંત્રીના નામ ઉપર મહોર મરાશે

બેંગલૂરૂ : આજે સાંજે ૬ વાગ્યે પાટનગર બેંગાલુરુ ખાતે કર્ણાટક ભાજપના ધારાસભ્યોયની બેઠક મળી રહી છે. જેમાં પક્ષના નવા નેતા ચૂંટી કાઢવામાં આવે તેવી સંભાવના છે. આ મિટિંગમાં નવા મુખ્યમંત્રીનું નામ ફાઈનલ થવાની  પૂરી શક્યતા છે. પૂર્વ મુખ્યમત્રી બી.એસ. યેદુરપ્પા નવા મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ મુકશે. કેન્દ્રીય મંત્રીઓ ધર્મેન્દ્ર પ્રધાન તથા જી. કિશન રેડ્ડી અને અરૂણ સિંહ કેન્દ્રના ઓબ્ઝરવર તરીકે બેંગલૂરૂ પહોંચી રહયા છે.

(3:48 pm IST)