Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

યુકે ટીવીના અહેવાલ મુજબ લિઝ ટ્રસે ઋષિ સુનકને ચર્ચાના દરેક દૌર માં નોંધપાત્ર માર્જિનથી પાછળ રાખી દીધા છે

શ્રેષ્ઠ પ્રદર્શન,વધુ વિશ્વાસપાત્ર અને સૌથી ગમતા નેતા માટે થયો પોલ

બ્રિટનના આગામી વડાપ્રધાનની રેસમાં ઋષિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચે લાઈવ ડિબેટ થઇ હતી,  આ ચર્ચા તેમના પીએમ બનવાનો નિર્ણય કરશે. આ પછી પોસ્ટલ બેલેટથી મતદાન થશે

દરમિયાન ટોરી સભ્યોની ચર્ચા પછી ટીવી ચેનલ દ્વારા પોલ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં લિઝ ટ્રસે, ઋષિ સુનકને પાછળ રાખી દીધા છે.
 - ટીવી ચેનલ પોલ:
 * કોણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું?
 • લિઝ ટ્રસ : 50%
 • ઋષિ સુનક : 39%
 * વિશ્વાસપાત્ર વધુ કોણ?
 • લિઝ ટ્રસ : 51%
 • ઋષિ સુનક : 37%
 * સૌથી ગમતા નેતા કોણ?
 • લિઝ ટ્રસ : 54%
 • ઋષિ સુનક : 35%
(ન્યૂઝફર્સ્ટ)

(9:14 pm IST)