Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

૨૦૨૫માં ભારતમાં યોજાશે આઇસીસી મહિલા વિશ્વ કપ ક્રિકેટ સ્પર્ધા

મુંબઈ :  આઇસીસી એ બર્મિંગહામમાં ચાલી રહેલી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન ૨૦૨૫માં ભારતમાં આઇસીસી મહિલા વિશ્વ કપ ક્રિકેટ સ્પર્ધાઓ યોજવાના કાર્યક્રમને મંજૂરી આપી હતી. આ અંતર્ગત પ્રથમ વખત બે ટી ૨૦ વર્લ્ડ કપ, એક વન ડે વર્લ્ડ કપ અને મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ૨૦૨૪થી ૨૦૨૭ સુધી ચાર મોટી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટની મેજબાનોની જાહેરાત કરી છે. આ અંતર્ગત ભારતમાં ૨૦૨૫ મહિલા વનડે વર્લ્ડ કપનું (આઇસીસી મહિલા  tee-૨૦ વિશ્વ કપ ક્રિકેટ સ્પર્ધાનું) આયોજન કરવામાં આવશે. આઇસીસીએ બર્મિંગહામમાં ચાલી રહેલી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન આ કાર્યક્રમને મંજૂરી આપી હતી. આ અંતર્ગત પ્રથમ વખત બે ટી-૨૦ વર્લ્ડ કપ, એક વનડે વર્લ્ડ કપ અને મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી ટી-૨૦ ફોર્મેટમાં યોજાશે, જે ૨૦૨૭માં યોજવાનું આયોજન છે.

ભારતમાં વનડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ આઇસીસીની તાજેતરની જાહેરાત મુજબ ભારતીય ઉપખંડમાં જ ત્રણ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. જ્યાં સુધી ભારતનો સવાલ છે, બીસીસીઆઇના ૨૦૨૫માં મહિલા વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપનું આયોજન કરશે. આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાશે. તે જ વર્ષે, ન્યુઝીલેન્ડમાં મહિલા વિશ્વ કપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને જીતી મેળવી હતી.

(11:41 pm IST)