Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૩૧૩ નવા દર્દીઓ મળ્‍યાઃ ૫૭ મોત

કોરોના સંક્રમણ વધ્‍યુ : સમગ્ર દેશમાં સક્રિય દર્દીઓની સંખ્‍યા ૧,૪૫,૦૨૬ પર પહોંચી ગઈ છે

નવી દિલ્‍હી, તા.૨૭: ફરી એકવાર કોરોના વાયરસના સંક્રમણમાં વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશભરમાં ૧૮૩૧૩ નવા દર્દીઓ મળી આવ્‍યા છે. જ્‍યારે આ દરમિયાન ૫૭ લોકોના મોત થયા છે. ગઈકાલ કરતાં આજે લગભગ સાડા ત્રણ હજાર વધુ કેસ નોંધાયા છે. મંગળવારે ૧૪,૮૩૦ નવા દર્દીઓ નોંધાયા હતા. સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, દેશભરમાં સક્રિય દર્દીઓની સંખ્‍યા ૧,૪૫,૦૨૬ પર પહોંચી ગઈ છે. જ્‍યારે સકારાત્‍મકતા દર ૪.૩૧ છે.

દિલ્‍હીમાં કોરોના વાયરસના ચેપના ૭૮૧ નવા કેસ નોંધાયા છે અને બે દર્દીઓના મોત થયા છે જ્‍યારે ચેપ દર ૬.૪૦ ટકા છે. નવા કેસ આવ્‍યા બાદ દિલ્‍હીમાં સંક્રમિતોની કુલ સંખ્‍યા વધીને ૧૯,૪૯,૭૩૬ થઈ ગઈ છે જ્‍યારે મળતકોની સંખ્‍યા ૨૬,૩૦૫ થઈ ગઈ છે. માહિતી અનુસાર, એક દિવસ પહેલા કોવિડ -૧૯ માટે ૧૨,૨૦૯ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્‍યું હતું. સારવાર હેઠળ દર્દીઓની સંખ્‍યા ૨,૮૬૨ છે.

ઓડિશામાં મંગળવારે કોવિડ-૧૯ના ૬૬૨ નવા દર્દીઓ મળ્‍યા બાદ રાજ્‍યમાં સંક્રમિતોની સંખ્‍યા વધીને ૧૩,૦૭,૯૧૧ થઈ ગઈ છે. નવા સંક્રમિતોમાં ૧૦૪ બાળકોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં બે દર્દીઓના મોત સાથે મળત્‍યુઆંક વધીને ૯,૧૩૫ થયો છે. અગાઉ, સોમવારે રાજ્‍યમાં ૭૩૯ નવા કેસ નોંધાયા હતા જ્‍યારે એક દર્દીનું મળત્‍યુ થયું હતું.

દરમિયાન, લદ્દાખમાં મંગળવારે કોરોના વાયરસના ચેપના ૩૧ નવા કેસ નોંધાયા બાદ, ત્‍યાં અત્‍યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્‍યા વધીને ૨૮,૮૦૦ થઈ ગઈ છે. અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, લદ્દાખમાં કોવિડ-૧૯ને કારણે અત્‍યાર સુધીમાં ૨૨૮ દર્દીઓના મોત થયા છે, જેમાં લેહના ૧૬૮ અને કારગીલના ૬૦ દર્દીઓ સામેલ છે.

સિક્કિમમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના ૧૩૪ નવા કેસ આવવાને કારણે સંક્રમિત લોકોની સંખ્‍યા વધીને ૪૧,૩૯૦ થઈ ગઈ છે. આ સમય દરમિયાન ચેપને કારણે કોઈ દર્દીનું મળત્‍યુ થયું નથી અને મળતકોની સંખ્‍યા ૪૬૮ રહી છે. સિક્કિમમાં કોવિડ-૧૯ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્‍યા ૧૧૨૫ છે. રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં ૩૯,૦૨૩ લોકોએ ચેપને માત આપી છે. મંગળવારે અરુણાચલ પ્રદેશમાં કોરોના વાયરસના સંક્રમણના ૭૨ નવા કેસના આગમન સાથે, ચેપગ્રસ્‍ત લોકોની કુલ સંખ્‍યા વધીને ૬૫,૪૦૯ થઈ ગઈ છે.

(11:05 am IST)