Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

લાલુપ્રસાદ યાદવના ખાસ એવા ભોલા યાદવની ધરપકડ રેલ્‍વે ભરતી કૌભાંડનો માસ્‍ટરમાઈન્‍ડ હોવાનો દાવો

પટણા, તા.૨૭: RJD સુપ્રીમ લાલૂ પ્રસાદ યાદવના નજીકના ભોલા યાદવની સીબીઆઈએ ધરપકડ કરી છે. ભોલા યાદવ આરજેડીના પૂર્વ ધારાસભ્‍ય અને કોર્પોરેટર રહેલા છે. તેઓ લાલૂ યાદવના અત્‍યંત ખાસ માનવામાં આવે છે. બિમાર હોવા છતાં પણ તેઓ તેમની સાથે રહેતા. લાલૂ પરિવાર સાથે તેમને ઘર જેવો સંબંધ છે. ભોલા યાદવને સીબીઆઈએ ચાર દિવસ પહેલા જ રેલ્‍વે આઈઆરસીટીસી કૌભાંડ મામાલે પૂછપરછ માટે બોલાવ્‍યા હતા. સૂત્રોના જણાવ્‍યા અનુસાર ભોલા યાદવ આ મામાલામાં માસ્‍ટરમાઈન્‍ડ છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર ભોલા યાદવ આ મામલે માસ્‍ટરમાઈન્‍ડ છે. CBI પટનાએ ભોલા યાદવના બે ઠેકાણા પર સર્ચ કરી રહી છે. તેમાંથી એક તેમના CA છે અને જ્‍યારે દરભંગાના બે ઠેકાણા પર સીબીઆઈએ દરોડા પાડી રહી છે.

ભોલા યાદવ ૨૦૦૪થી ૨૦૦૯ સુધી લાલૂ યાદવના ઓએસડી રહ્યા હતા. લાલૂ યાદવ તે સમયે કેન્‍દ્રીય રેલ મંત્રી હતા. તે સમયે રેલ્‍વેમાં ભરતી કૌભાંડ થયા હતા. આરોપ છે કે, ભોલા યાદવ જ કૌભાંડનો કથિત માસ્‍ટરમાઈન્‍ડ હતો.હકીકતમાં આ કેસ ભરતી કૌભાંડ સાથે જોડાયેલ છે. આરોપ છે કે, લાલૂ યાદવના રેલ મંત્રી રહેતા જોબ લગાવવાના બદલામાં જમીન અને પ્‍લોટ લીધા હતા. સીબીઆઈએ મામલે તપાસ તપાસ બાદ હાલમાં જ લાલૂ યાદવ, રાબડી દેવી, મીસા યાદવ, હેમા યાદવ અને અમુક ઉમેદવારો પર કેસ ફાઈલ કર્યો હતો, જેમાં પ્‍લોટ અથવા પ્રોપર્ટીના બદલામાં જોબ આપી હતી.

આ અગાઉ સીબીઆઈએ મે મહિનામાં લાલૂ યાદવ સાથે જોડાયેલી ૧૭ જગ્‍યા પર દરોડા પાડ્‍યા હતા. સીબીઆઈની આ કાર્યવાહી લગભગ ૧૪ કલાક સુધી ચાલી હતી. આ દરોડા લાલૂ યાદવ, તેમની પત્‍ની રાબડી દેવી અને દિકરી મિસા ભારતીના પટના, ગોપાલગંજ અને દિલ્‍હી સ્‍થિત જગ્‍યા પર દરોડા પાડ્‍યા હતા.

(3:51 pm IST)