Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

પેટીએમ, ફોનપે પર મોબાઈલ રીચાર્જ મોંઘુ પડશે

મુંબઈ, તા.૭: પેટીએમ અને ફોનપે જેવી પેમેન્‍ટ એપ્‍સ પરથી મોબાઈલ ફોન માટે રીચાર્જ કરાવવાનું હવે મોંઘું પડશે, કારણ કે આ બંનેએ તે માટે પ્‍લેટફોર્મ ફી વસૂલ કરવાનું શરૂ કર્યું છે.એક એવો સમય હતો જ્‍યારે પેટીએમ અને ફોનપે પોતાનાં પ્‍લેટફોર્મ્‍સનો ઉપયોગ કરીને લોકોને એમનાં વિવિધ સેવાઓને લગતાં બિલની રકમ ચૂકવવા પર કેશબેક્‍સ આપતી હતી. પરંતુ હવે એમણે ગ્રાહકોને એમનાં મોબાઈલ ફોન નંબરો રીચાર્જ કરાવવા કે વીજળી વગેરેનાં બિલની રકમ ચૂકવવા પર પ્‍લેટફોર્મ ફી લાગુ કરવાનું શરૂ કર્યું છે. આ ફી બહુ મામુલી રકમની છે અને એમાં જીએસટી પણ સામેલ કરી દેવામાં આવ્‍યો છે. જો તમારું મોબાઈલ રીચાર્જ નિષ્‍ફળ જાય તો પ્‍લેટફોર્મ ફી રકમ (જીએસટી સહિત) તમને રીફંડ કરવામાં આવશે.અમુક ગ્રાહકોના જણાવ્‍યા મુજબ, મોબાઈલ ફોન નંબર રીચાર્જ કરવા પેટીએમ એપનો ઉપયોગ કરવા માટે પ્રત્‍યેક મોબાઈલ રીચાર્જ માટે ૧-રૂપિયો પ્‍લેટફોર્મ ફી ચાર્જ કરવામાં આવે છે. પરંતુ, ફોનપે બે રૂપિયા ચાર્જ કરે છે. પેટીએમ પરથી ૩૦-દિવસ માટે એરટેલ મોબાઈલનું રૂ.૨૯૬નું રીચાર્જ કરાવો તો રૂ.૨૯૭ ભરવા પડે અને ફોનપે પર રૂ.૨૯૮ ભરવા પડે.

(3:54 pm IST)