Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

દિલ્હીમાં વધુ એક મંકીપોકસનો કેસ નોંધાયો

દેશમાં અત્યાર સુધીમાં કુલ ૪ કેસ

નવી દિલ્હી તા. ૨૭ : દિલ્હીમાં મંકીપોકસનો વધુ એક શંકાસ્પદ દર્દી મળી આવ્યો છે. આ દર્દીને લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે દર્દીના વિદેશ પ્રવાસનો રેકોર્ડ મળી ગયો છે. આ જ હોસ્પિટલમાં મંકીપોકસના અન્ય એક દર્દીની સારવાર ચાલી રહી છે. આમ દેશમાં મંકીપોકસના કેસો વધતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, હાલ કેરળમાં ત્રણ અને ઙ્ગતેલંગાણામાં એક શંકાસ્પદ દર્દીની સારવાર ચાલી રહી છે. જેઓના ઙ્ગસેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે.

આમાંથી ત્રણ કેરળમાં અને ૧ દિલ્હીમાં મળી આવ્યો છે. દિલ્હીમાં મંકીપોકસનો પહેલો દર્દી લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલમાં દાખલ છે અને સ્વસ્થ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની ત્વચા પર ફોલ્લીઓ અને ઘાને ઠીક થવામાં ઓછામાં ઓછા એક અઠવાડિયાનો સમય લાગશે. બીજી તરફ મંકીપોકસના કેસ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજયોને એલર્ટ જાહેર કર્યું છે.

વિદેશથીઙ્ગદિલ્હીઙ્ગઆવતા મુસાફરો કે જેમને મંકીપોકસના ચેપના લક્ષણો છે તેમને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી લોકનાયક જય પ્રકાશ નારાયણ (LNJP) હોસ્પિટલમાં મોકલવામાં આવશે. આવા દર્દીઓ માટે અહીં વોર્ડ બનાવવામાં આવ્યા છે.

(3:54 pm IST)