Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

સાંસદ શક્તિસિંહ ગોહિલ દારૂકાંડનો મુદ્દો ઉઠાવે તે પહેલા રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

શક્તિસિંહ ગોહિલે ભાજપ અને આમ આદમી પાર્ટી પર અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી : ગુજરાતમાં ઝેરી દારૂકાંડનો મુદ્દો 'ટોક ઓફ ધ ટાઉન' બન્યો છે.40થી વધુ જિંદગી ઝેરી દારૂના કારણે હોમાય ગઈ.ત્યારે ચકચારી દારૂકાંડનો મુદ્દો કોંગ્રેસ રાજ્યસભામાં ઉઠાવવાની હતી.રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ઝીરો અવર્સમાં ચર્ચા કરવા સમય માગ્યો હતો.જોકે હંગામાના કારણે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી.રાજ્યસભાની કાર્યવાહી સ્થગતિ થતા શક્તિસિંહ ગોહિલે ભાજપ અને આમ આદમી પાર્ટી પર અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો હતો.

(9:04 pm IST)