Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ભારતની રસી કોવેક્સિનને ઇમરજન્સીના ઉપયોગ માટે અપાશે મંજૂરી ? :WHO લઇ શકે મહત્વનો નિર્ણય

જો બધુ બરાબર રહ્યું અને ડેટાથી કમિટી સંતુષ્ય હશે તો આગામી 24 કલાકમાં વેક્સિનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દેવાશે

નવી દિલ્હી :  ભારતમાં કોરોના વિરૂદ્ધની જંગમાં ઉપયોગમાં લેવાનારી કોવેક્સિને લઈને વહેલીતકે એક મોટા સમાચાર સામે આવી શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટેકનિકલ કમિટી કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગને આગામી 24 કલાકમાં મંજૂરી આપી શકે છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રવક્તા માર્ગેટ હેરિસે કહ્યું કે ટેકનિકલ સલાહકાર ગ્રુપ હજુ પણ કોરોના વાઈરસની વિરૂદ્ધ બનાવાયેલી કોવેક્સિન સાથે સંકળાયેલા મહત્વના ડેટાની સમિક્ષા કરી રહ્યું છે.. જો બધુ બરાબર રહ્યું અને ડેટાથી કમિટી સંતુષ્ય હશે તો આગામી 24 કલાકમાં વેક્સિનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી શકે છે.

લાખો ભારતીયોએ કોવેક્સિન રસીના ડોઝ મુકાવ્યા છે. પરંતુ ડબલ્યૂએચઓની મંજૂરી ન મળી હોવાથી તેઓ વિદેશ યાત્રા કરી શકતા નથી.. કોવેક્સિનનું નિર્માણ હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા કરવામાં આવ્યું છે.

(12:32 am IST)