Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

તાનાશાહ કિમ જોંગ ઉનનું ફરમાન :ઉત્તર કોરિયામાં કોરિયામાં લેધર જેકેટ વેચવા કે પહેરવા પર પ્રતિબંધ

સરમુખત્યાર કિમ જોંગ ઉન તેમના મનપસંદ ચામડાના કોટ (લેધર જેકેટ)ની નકલ કરવાને કારણે ગુસ્સે ભરાયા

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પોતાના દેશના લોકો માટે વિચિત્ર નિયમ લાગુ કર્યો છે.સરમુખત્યાર કિમ જોંગ ઉન તેમના મનપસંદ ચામડાના કોટ (લેધર જેકેટ)ની નકલ કરવાને કારણે ગુસ્સે થયા છે અને તેણે દેશમાં લેધર જેકેટના વેચાણ અને પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમ પછી, ઉત્તર કોરિયામાં કોઈ પણ વ્યક્તિ લેધર જેકેટ વેચી શકશે નહીં કે પહેરી શકશે નહીં.

એક રિપોર્ટ અનુસાર, કિમે વર્ષ 2019માં સૌપ્રથમ લેધરનો કોટ પહેર્યો હતો, ત્યારબાદ તે આખા દેશમાં પસંદ થવા લાગ્યો હતો. આ દરમિયાન તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉત્તર કોરિયાના પરમાણુ ભંડાર અંગે ચર્ચા કરી રહ્યા હતા. કિમના આ લુકની દક્ષિણ કોરિયાના મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી. શરૂઆતમાં, દરેક વર્ગના લોકો માટે આ જેકેટ પરવડી શકે તેમ ન હતા, તેથી ફક્ત સમૃદ્ધ વર્ગના લોકો જ તેને પહેરતા હતા. પરંતુ ધીમે ધીમે સસ્તી ગુણવત્તાના લેધર જેકેટ્સ લોકપ્રિય થવા લાગ્યા અને હવે દરેક વર્ગના લોકો તેને પહેરવા લાગ્યા.

આ આદેશ સિવાય દેશમાં ઘણી ફેશન પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. જે દુકાનોમાં આવા લેધર જેકેટનું વેચાણ થતું હતું તે દુકાનોને બંધ કરાવવા માટે આ ફેશન પોલીસને તૈનાત કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે કિમ જોંગ ઉનને ડર છે કે દેશના તમામ લોકો આવા કોર્ટ પહેરીને તેમનું વર્ચસ્વ અને સત્તા ઘટાડી રહ્યા છે.

અહેવાલો અનુસાર, ઉત્તર કોરિયામાં પોલીસે લેધર જેકેટ ન પહેરવાની સૂચના આપી છે. તેમણે કહ્યું કે આ પાર્ટીના માર્ગદર્શિકાનો એક ભાગ છે. બીજી તરફ લેધર જેકેટના વેપારીઓ અને દુકાનદારોનું કહેવું છે કે ચીન અને ઉત્તર કોરિયા વચ્ચે વેપાર શરૂ થયા બાદ જ હલકી ગુણવત્તા અને સસ્તા લેધર જેકેટ આવવા લાગ્યા હતા. લોકો પણ કોર્ટને પસંદ કરી રહ્યા હતા, જેને જોતા વેપારીઓએ સસ્તા લેધર જેકેટ ઓર્ડર આપવાનું શરૂ કર્યું હતું.

(12:00 am IST)