Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

કોરોનાનો નવો વાયરસ ડેલ્ટા સાથે ભળી જશે તો ખતરનાક સાબિત થશે

નવી દિલ્હીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. વિનોદ સ્કેરિયા કહે છે કે વાયરસમાં પહેલીવાર ૩૨ મ્યુટેશન થયા છે : વાયરસના નવા સ્વરૂપને ભારતમાં પ્રવેશતા રોકવા વૈજ્ઞાનિકોની ચેતવણી

નવી દિલ્હી તા. ૨૭ : દક્ષિણ આફ્રિકા સહિત ત્રણ દેશોમાં કોરોના વાયરસના નવા પ્રકારના આગમન બાદ ભારતીય વૈજ્ઞાનિકોની ચિંતા ઝડપથી વધી ગઈ છે. જીનોમ સિક્વન્સિંગ પર નજર રાખનાર ઇન્સાકોગ (ત્ફલ્ખ્ઘ્બ્ઞ્) માને છે કે જો આ નવું વેરિઅન્ટ ગ્.૧.૧.૫૨૯  ડેલ્ટા (ઝ઼ફૂશ્રર્દ્દી) સાથે ભળી જશે તો ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. જો કે અત્યાર સુધી આ બન્ને વાયરસના મિશ્રણના કોઈ પુરાવા સામે આવ્યા નથી, પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે વાયરસના નવા સ્વરૂપને કોઈ પણ ભોગે ભારતમાં પ્રવેશતો અટકાવવો જોઈશે.
ઈન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજી (ત્ઞ્ત્ગ્), કાઉંન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (ઘ્લ્ત્ય્), નવી દિલ્હીના વરિષ્ઠ વૈજ્ઞાનિકનું કહે છે કે વાયરસમાં પહેલીવાર ૩૨ મ્યુટેશન થયા છે. તે વાયરસનું સ્પાઇક માળખું છે જેણે સૌથી વધુ ફેરફારો કર્યા છે અને તેના કારણે બ્રેક-થ્રુ સંક્રમણ (રસી લેવી અથવા ફરીથી સંક્રમિત) ના કેસો નોંધાયા છે.
તેમનુ કહેવુ છે કે, રાહ જોવાનો સમય જતો રહ્યો છે. હવે આ વેરિયન્ટ સામે કામ કરવાનો સમય છે. આપણે સાવચેત રહેવાની જરૂર છે. સંપૂર્ણ તકેદારી સાથે રસી અને જાહેર આરોગ્યને લગતા પગલાં તાત્કાલિક શરૂ કરવા જરૂરી છે. જો કે, આ વેરિયન્ટ વિશે વધુ માહિતી માટે થોડા દિવસો રાહ જોવી પડશે. દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોના વૈજ્ઞાનિકો પણ તેના અભ્યાસમાં લાગેલા છે.
નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉંન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ત્ઘ્પ્ય્) ના વરિષ્ઠ વૈજ્ઞાનિકનુ માનવુ છે કે ભારતમાં પહેલેથી જ ૬૯ ટકા નમૂનાઓમાં વધુ ગંભીર પ્રકારો જોવા મળ્યા છે. તેમાં સૌથી વધુ જોખમી ડેલ્ટા છે. આવી સ્થિતિમાં, જો આ નવું વેરિયન્ટ ભારતમાં દાખલ થાય અને તે ડેલ્ટા સાથે ભળી જશે તો શુ થશે તે તો હાલ વિજ્ઞાનિકો પણ કહી શકે તેમ નથી.
ત્ફલ્ખ્ઘ્બ્ઞ્ અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં ૧.૧૫ લાખ નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ પૂર્ણ કરવામાં આવી છે. જેમાંથી ૪૫૩૯૪ સેમ્પલમાં ગંભીર પ્રકારો જોવા મળ્યા છે. ડેલ્ટાના ૨૮૮૮૦ કેસ મળી આવ્યા છે. ડેલ્ટા વેરિયન્ટમાં જ ૨૫ મ્યુટેશન થયા છે અને અત્યાર સુધીમાં ૬૬૧૧ સેમ્પલમાં આ મ્યુટેશનની ઓળખ કરવામાં આવી છે.
નવા વેરિયન્ટને લઈને શુક્રવારે વૈજ્ઞાનિકોની ઉંચ્ચ સ્તરીય બેઠક બાદ એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું કે અત્યારે સૌથી વધુ ભાર હોમ ક્વોરેન્ટાઈન પર આપવામાં આવી રહ્યો છે, પરંતુ આ ત્રણ દેશો સિવાય શંકાસ્પદ દર્દીઓને એરપોર્ટ પર જ ક્વોરેન્ટાઈનની સેવા મળવી જોઈએ. જેથી નવા વેરિયન્ટની એન્ટ્રી અંગે કોઈ શંકા જ ન રહે. તેમણે કહ્યું કે દેશને છેલ્લા ૨૦ મહિનાનો અનુભવ મળ્યો છે અને શંકાસ્પદ દર્દીઓના ક્વોરેન્ટાઇન માટે કડક પગલાં લેવા જરૂરી છે. જેથી સંક્રમણનો  સ્ત્રોત નષ્ટ થાય.

 

(11:31 am IST)