Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

૧૭મી લોકસભા પર એડીઆર રિપોર્ટ

સવાલો પૂછવામાં મહારાષ્‍ટ્રના સાંસદો અગ્રેસરઆરોગ્‍ય પર પૂછાયા સૌથી વધારે સવાલો

નવી દિલ્‍હી તા. ર૮: ૧૭મી લોકસભા દરમ્‍યાન સાંસદોએ કુલ ૯રર૭૧ પ્રશ્‍નો પૂછયા હતા, જેમાં સૌથી વધારે ૬૬૦ર એટલે કે ૭ ટકા પ્રશ્‍નો આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ અંગે હતા. એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્‍સ (એડીઆર)ના તાજા રિપોર્ટ અનુસાર, લોકસભામાં પ્રશ્‍નો પૂછવામાં મહારાષ્‍ટ્રના સાંસદો સૌથી મોખરે રહ્યા હતા. અહીંના દરેક સાંસદે સરેરાશ ૩૧પ પ્રશ્‍નો પૂછયા.

પ્રતિ સાંસદ સૌથી ઓછા પ્રશ્‍નો મણીપુર (રપ) અને હિમાચલ પ્રદેશ (ર૬) ના સાંસદોએ પૂછયા. એડીઆરના રિપોર્ટમાં માત્ર સ્‍વીકૃત પ્રશ્‍નોજ ગણવામાં આવ્‍યા છે, રજૂ કરાયેલ પ્રશ્‍નો નહીં.

પક્ષોના હિસાબથી જોવામાં આવે તો એનસીપીના સાંસદોએ પ્રતિ સાંસદ સરેરાશ ૪૧૦ પ્રશ્‍નો પૂછયા. જયારે કોંગ્રેસના ૧૯પ અને ભાજપાના ૧૪૯ પ્રશ્‍નો પ્રતિ સાંસદ પૂછાયા હતા. સૌથી ઓછા પ્રશ્‍નો અપના દલ (એસ)ના સાંસદોએ પ્રતિ સાંસદ પ પૂછયા હતા.

(3:58 pm IST)