Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

હાઇકોર્ટે અરજી ફગાવતા હવે કોંગ્રેસે ITને આપવા પડશે ૫૨૩ કરોડ ?

આઇટીની કાર્યવાહી વિરૂધ્‍ધની અરજી દિલ્‍હી હાઇકોર્ટે ફગાવી : હાઇ ફ્રીઝ છે કોંગ્રેસના ખાતા

નવી દિલ્‍હી તા. ૨૮ : આવકવેરા વિભાગની કાર્યવાહીને લઈને દાખલ કરવામાં આવેલી અરજીના કારણે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્‍યો છે. કોંગ્રેસ પાર્ટીને દિલ્‍હી હાઈકોર્ટથી ઝટકો લાગ્‍યો છે. સુનાવણી પછી, કોર્ટે દેશના સૌથી જૂના પક્ષ દ્વારા દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે, જેમાં આવકવેરા વિભાગે વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ માટે ૫૨૩ કરોડ રૂપિયાની માંગણી કરી છે. પડકારવામાં આવ્‍યો હતો. જસ્‍ટિસ યશવંત વર્મા અને જસ્‍ટિસ પુરૂષેન્‍દ્ર કુમાર કૌરવની ડિવિઝન બેન્‍ચે આ કેસની સુનાવણી કરી હતી.દિલ્‍હી હાઈકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી. કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આવકવેરા વિભાગ દ્વારા વસૂલાતની પ્રક્રિયાને પડકારવામાં આવી હતી. આ પહેલા પણ હાઈકોર્ટે કોંગ્રેસની એક અરજી ફગાવી દીધી હતી, જેમાં પાર્ટીએ સતત ત્રણ વર્ષથી ઈન્‍કમ ટેક્‍સ ડિપાર્ટમેન્‍ટની ટેક્‍સ રિએસેસમેન્‍ટની કાર્યવાહી વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી.

આ પહેલા હાઈકોર્ટે ૨૦ માર્ચે સુનાવણી પૂરી થયા બાદ નિર્ણય અનામત રાખ્‍યો હતો. કોંગ્રેસે ૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ માટે આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ટેક્‍સ રિ-એસેસમેન્‍ટ કાર્યવાહી સામે અરજી દાખલ કરી હતી. તમને જણાવી દઈએ કે ગયા મહિને કોંગ્રેસના નેતા અને ખજાનચી અજય માકને કહ્યું હતું કે આવકવેરા વિભાગે તેમની પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. યુથ કોંગ્રેસનું બેંક એકાઉન્‍ટ પણ ફ્રીઝ કરવામાં આવ્‍યું હતું.

માકને કહ્યું હતું કે, ‘હાલમાં અમારી પાસે ખર્ચ કરવા, વીજળી બિલ ભરવા, કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પૈસા નથી. દરેક વસ્‍તુને અસર થઈ રહી છે. માત્ર ન્‍યાય યાત્રા જ નહીં, પરંતુ તમામ રાજકીય ગતિવિધિઓને અસર થઈ રહી છે.' આવકવેરા વિભાગે રૂ. ૨૧૦ કરોડની વસૂલાતનો આદેશ આપ્‍યો હતો. જો કે, આઇટી ટ્રિબ્‍યુનલે બુધવાર સુધીમાં એકાઉન્‍ટ્‍સ પર ફ્રીઝ હટાવી દીધી હતી.

(4:47 pm IST)