Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

સરગવાના પાનનું સેવન વજન ઘટાડવામાં ઉપયોગી

બેલીફેટ ઘટાડવામાં પણ સેવન લાભદાયી

નવી દિલ્‍હીઃ વજન વધારે હોય અને તેને કંટ્રોલ કરવું હોય તો સૌથી પહેલા લાઈફ સ્ટાઈલ સુધારવી પડે છે. ઘણા લોકો માને છે કે વજન વધી ગયું તો શું વાંધો ? પરંતુ વધારે વજન કંટ્રોલ કરવું જરૂરી છે કારણ કે તેના કારણે હાઈ બ્લડની સુગર, હાઈ કોલેસ્ટ્રોલ સહિતની સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. આ સિવાય શરીરમાં કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થાય તો સૌથી પહેલા વેટ કંટ્રોલ કરવું પડે છે.

વજનને કંટ્રોલ કરવું હોય તો તેના માટે સવારે કેટલીક વસ્તુઓનું સેવન કરવું લાભકારી માનવામાં આવ્યું છે. કેટલીક એવી વસ્તુઓ છે જેને સવારે ખાવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે. આવી જ એક નેચરલ વસ્તુ છે સરગવાના પાન. સરગવાની સિંગનો ઉપયોગ તો ઘણી વખત કરવામાં આવે છે પરંતુ તેના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે લોકો જાણતા નથી.

સરગવાના પાન વજન ઘટાડવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. સરગવાના પાનનો ઉપયોગ કરવાથી બેલિફેટ અને બોડી ફેટ કંટ્રોલ કરી શકાય છે. તેના માટે સરગવાના પાનનો પાવડર બનાવીને તેનું સેવન કરવું જોઈએ. આજે તમને સરગવાના પાનથી વજનને ઝડપથી કંટ્રોલ કરતા ઉપાય વિષય જણાવીએ.

વેટ લોસ ડ્રિંક

સરગવાનું વજન ઘટાડતું ડ્રિન્ક બનાવવા માટે એક ગ્લાસ પાણી ઉકાળવા મૂકો. હવે તેમાં એક મુઠ્ઠી સરગવાના પાન ઉમેરી દો. જો તમે સરગવાના પાનને સુકવીને તેનો પાવડર તૈયાર કર્યો છે તો 2 ચમચી પાવડર ઉમેરવો. દસ મિનિટ સુધી આ પાણીને ઉકાળો અને પછી ગાળી અને તેને પી જાવ.

સરગવાના પાનથી થતા ફાયદા

- સરગવાના પાન એન્ટિઓક્સિડન્ટ તત્વથી ભરપૂર હોય છે. તે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે.

- સરગવાના પાનનું આ ડ્રિન્ક પીવાથી બોડીમાં જમા થયેલ ટોક્સિન સાફ થાય છે. સવારે તેનું સેવન કરવાથી બોડી ડીટોક્સિફિકેશનમાં મદદ મળે છે.

- બેલીફેટ ઘટાડવું હોય તો સરગવાના પાનનું સેવન કરવું ફાયદાકારક સાબિત થશે

(6:31 pm IST)