Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

અરવિંદ કેજરીવાલે કોર્ટમાં કહ્યું, 'ઇડી જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી મને જેલમાં રાખી શકે છે: આ એક કૌભાંડ છે'

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો હેતુ આમ આદમી પાર્ટીને કચડી નાખવાનો છે: ઈડી અને સીબીઆઇએ ૫૬૦૦૦ પાના આ બનાવમાં રજૂ કર્યા છે, તેમાં પણ મારી ધરપકડ અંગે કોઈ કારણ ગોત્યું જડતું નથી: કેજરીવાલ

નવી દિલ્હી :દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં એક દુર્લભ પગલામાં પોતાના કેસની દલીલ કરતા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો હેતુ આમ આદમી પાર્ટી (AAP) ને કચડી નાખવાનો છે.  કેજરીવાલ, જેમને તેની છ દિવસની ઇડી કસ્ટડી પૂરી થયા પછી કોર્ટમાં લાવવામાં આવતા, જણાવ્યું હતું કે ઇડીનું એકમાત્ર મિશન, તેમને - કેજરીવાલને હવે જેને પાછી ખેંચી લેવામાં આવેલ છે, તે દારૂ નીતિ કેસમાં "ફસાવવા"નો છે.

    "હું ઇડીની રિમાન્ડ અરજીનો વિરોધ કરી રહ્યો નથી. ઇડી મને ગમે તેટલા દિવસો સુધી કસ્ટડીમાં રાખી શકે છે. પરંતુ આ એક કૌભાંડ છે," દિલ્હીના સીએમએ કહ્યું.  કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, "ઇડીના બે ઉદ્દેશ્ય હતા. એક આપને કચડી નાખવાનો અને બીજો મોટી આભા સર્જી અને તેની આડમાં એક ખંડણી રેકેટ ચલાવવાનો છે જેના દ્વારા તેઓ નાણાં એકત્ર કરી રહ્યા છે," કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું.
   આપ કન્વીનરે, ઇડીની રજૂઆતને હાઇલાઇટ કરતા કહ્યું કે કથિત દારૂનું કૌભાંડ રૂ. ૧૦૦ કરોડનું હતું, તો તે પૈસા ક્યાં છે ? વાસ્તવિક કૌભાંડ ઇડીની તપાસ પછી શરૂ થયું," કેજરીવાલે કહ્યું.
   કેજરીવાલ, કે જેઓને ઇડી દ્વારા "દારૂ નીતિ કૌભાંડના કિંગપિન" તરીકે ઓળખવામાં આવે છે, તેમણે કહ્યું કે મારી ધરપકડ માટે કોઈ આધાર નથી.
   "મારી ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ કોઈ અદાલતે મને દોષિત સાબિત કર્યો નથી. સીબીઆઈએ ૩૧૦૦૦ પાના અને ઇડીએ ૨૫૦૦૦ પાના આ બનાવ અંગે દાખલ કર્યા છે. જો તમે તેને એકસાથે વાંચો તો પણ મારી ધરપકડ શા માટે કરવામાં આવી છે તેનું કોઈ કારણ જોવા મળતું નથી" તેમ તેમણે કહ્યું હતું.

   
(7:06 pm IST)