Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીને હાર્ટ એટેક આવ્યો :વેન્ટિલેટર પર રખાયા

જેલ બેરેકમાં બેભાન અવસ્થામાં મળી આવતા તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાયા

બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત ફરી એકવાર બગડી છે. મુખ્તાર અંસારીને રાત્રે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને જેલમાંથી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા.

    ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં પૂર્વ સાંસદ મુખ્તાર અંસારીને હાર્ટ એટેક આવ્યો છે. તે તેની જેલ બેરેકમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલા, અંસાણીએ દાવો કર્યો હતો કે તેને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ થઈ શકે છે. દરમિયાન, તેની તબિયત ફરીથી બગડતાં મુખ્તારને નજીકની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે.

 મુખ્તાર અંસારીની દેખરેખ જેલમાં ત્રણ ડોક્ટરોની પેનલ દ્વારા કરવામાં આવી રહી હતી. છેલ્લા કેટલાક દિવસોથી માફિયા ડોનની હાલત નાજુક હતી. બુધવારે મોડી રાત્રે અંસારીની તબિયત અચાનક બગડતાં તેમને મેડિકલ કોલેજમાં દાખલ કરવા પડ્યા હતા. અંસારીની હાલત નાજુક હોવાનું બહાર આવ્યું હતું અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. હવે ફરીથી હાર્ટ એટેકના કારણે તેમની તબિયત લથડી છે, ડોક્ટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.

(9:18 pm IST)