Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

જમ્મુ-કાશ્મીરની ઘટના

કિશ્તવાડમાં વાદળ ફાટયુઃ પના મોતઃ ૪૦ લાપત્તા

જમ્મુ, તા.૨૮: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાના સમાચાર આવ્યા છે.

મળતી જાણકારી મુજબ કિશ્વાડ જિલ્લામાં હોનજર વિસ્તારમાં આ ઘટના બની છે. બુધવારે સવારે લગભગ ૪.૨૦ એ લગભગ વાદળ ફાટવાથી ૫ ઘર તેની ઝપેટમાં આવ્યા છે. વાદળ ફાટયા બાદ  પના મોત થયા, ૪૦ લોકો ગુમ થયા છે. રાહત અને બચાવ કાર્ય માટે સેના પુલિસ અને પ્રશાસનની ટીમ સ્થળ પર પહોંચી છે અને રેસ્કયૂ ઓપરેશન જારી છે. ત્યારે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધી આવી ઘટનાઓમાં ચાર લોકો માર્યા ગયા છે. મળતી જાણકારી મુજબ આ ઘટના ડચ્ચનના એ વિસ્તારમાં બની છે જયાં રસ્તા નથી.

અત્રે એ નોંધનીય છે કે જમ્મુ વિસ્તારમાં કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહયો છે નદી-નાળા છલકાઇ ગયા છે.

ત્યારે સ્થાનીક પોલીસે ટ્વીટ કરી જાણકારી આપી છે કે કિશ્તવાડમાં ભારે વરસાદને જોતા કોઈ પણ હોનારતની સ્થિતિમાં લોકો એસએસપી કિશ્તવાડ ૯૪૧૯૧૧૯૨૦૨, Adl.SP કિશ્તવાડ ૯૪૬૯૧૮૧૨૫૪, ડેપ્યૂટી એસપી મુખ્યાલય  ૯૬૨૨૬૪૦૧૯૮ એસડીપીઓ એથોલી ૯૮૫૮૫ ૧૨૩૪૮ના સંપર્ક કરી શકે છે.

(3:45 pm IST)