Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

લોટમાં નમક જેટલી લાંચ લેવી ખોટી નથી

મધ્યપ્રદેશ બસપાના ધારાસભ્યના નિર્વિધ્નથી હોબાળોઃ ૫૦૦-૧૦૦૦ લેવા બરાબર પણ ૧૦,૦૦૦ લેવા...ના ભઇ ના... : PM આવાસ યોજનામાં લાંચને લઇ બાફયુઃ ભાંગરો વાટતા વિવાદ

ભોપાલ, તા.૨૮: એક બાજુ બેરોજગારીનો સાપ ફુંફાડા મારી રહ્યો છે તો બીજી બાજુ મોંદ્યવારીએ માજા મુકી છે. એક સાંધો ત્યં તેર તૂટે તેવી સ્થિતિથી સામાન્ય જનતા હેરાન પરેશાન છે આ તમામ વચ્ચે ભ્રષ્ટાચાર વધારે મુશ્કેલી સર્જી રહ્યો છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે. બહુજન સમાજ પાર્ટીના (BSP) મહિલા ધારાસભ્ય રામ બાઈ સિંહે એક નિવેદન આપતા સમગ્ર મામલો બીચકયો છે.

મધ્યપ્રદેશની બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય રામ બાઈ સિંહ કહે છે કે લોટમાં મીઠું નાંખીએ તેટલી લાંચ લેવાથી કોઇ નુકસાન થતુ નથી. દમોહ જિલ્લામાં બસપા ધારાસભ્ય રામ બાઈ સિંહ પાસે સતુઆ ગામના કેટલાક લોકો ફરિયાદ લઈને આવ્યા હતા. આરોપ હતો કે PM આવાસ યોજનાના નામે સહાયકો, સચિવો હજારો રૂપિયાની લાંચ લેતા હતા. આ પછી, ગામમાં ધારાસભ્યપહોંચ્યા અને જન ચૌપાલમાં ગ્રામજનોએ અધિકારીઓની સામે તેમના વિશે ફરિયાદ કરી.

ગ્રામજનોનો આરોપ છે કે અધિકારીઓ દ્વારા ૫ થી ૧૦ હજાર રૂપિયા સુધીની લાંચ લેવામાં આવે છે. આ પછી, ધારાસભ્ય રામ બાઈએ કહ્યું કે થોડું વધારે છે હજારો રૂપિયા કોઈ ગરીબ વ્યકિત પાસેથી ન લેવા જોઈએ. જો હું એક હજાર રૂપિયા લઈ લઉં તો પણ કોઈ સમસ્યા નહોતી પણ ૧.૨૫ લાખના ઘરમાં ૧૦ હજારની લાંચ લેવી ખોટી છે.આ દરમિયાન ધારાસભ્યએ રોજગાર સહાયકને કહ્યું કે જો તમે તમારા ઘરમાં ૧ લાખ રૂપિયાનું બાથરૂમ હશે આ લોકો એટલાના દ્યરમાં રહે છે. જો તમે તેમની પાસેથી ૫ થી ૧૦ હજાર લો છો, તો તમારે શરમ આવવી જોઈએ. ધારાસભ્ય વતી કહેવામાં આવ્યું હતું કે કેટલોક વાંક ગ્રામજનોનો પણ છે જેઓ લાંચ આપે છે.

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના પથરીયાના ધારાસભ્ય રામ બાઈ પોતાના નિવેદનોના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. ભૂતકાળમાં તેમનો પતિ ફરાર હતો જેમના પર હત્યાનો આરોપ હતો.

(11:51 am IST)