Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

કલકત્તા હાઈકોર્ટે સૌરવ ગાંગુલીને ફટકાર્યો દંડ

  નવી દિલ્હીઃ બીસીસીઆઇ પ્રમુખ સૌરવ ગાંગુલીને કલકત્તા હાઈકોર્ટે દંડ ફટકાર્યો છે. ગાંગુલીની સાથે બંગાળ સરકાર અને તેના આવાસ નિગમને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. મામલો જમીનની ખોટી ફાળવણીનો છે. જેના કારણે હાઇકોર્ટે પૂર્વ ભારતીય કેપ્ટનને ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જ્યારે બંગાળ સરકાર અને હાઉસિંગ કોર્પોરેશનને ૫૦-૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

(2:40 pm IST)