Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

નસીબ હોય તો આવું

વર્ષો પહેલા ૩૫૦૦ શેર લઈને ભૂલી ગયા હતા કેરળના કાકાઃ આજે અચાનક બની ગયા અબજોપતિઃ ૧,૪૪૮ કરોડના માલિક બની ગયા

કોચી, તા.૨૮: ભગવાન જયારે આપે છે ત્યારે છપ્પડ ફાડીને આપે છે. આ કહેવત કેરળના એક કાકા માટે સાચી સાબિત થઈ છે.  કેરળના કોચ્ચિમાં રહેતા વ્યકિત બાબૂ જોર્જ વાલાવીનું નસીબ એવી રીતે પલ્ટી મારી ગયું કે તે અરબપતિ બની ગયા. હકીકતે તેમણે વર્ષ ૧૯૭૮માં મેવાડ ઓયલ એન્ડ જનરલ મિલ્સ લિમિટેડના ૩૫૦૦ શેર ખરીદ્યા હતા. શેર ખરીદ્યા બાદ બાબૂ કંપનીમાં ૨.૮ ટકાના શેરહોલ્ડર બની ગયા હતા. પરંતુ ૪૩ વર્ષ પહેલા આ શેર ખરીદીને તે ભૂલી ગયા હતા. હવે આ શેરની કિંમત ૧,૪૪૮ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

પરંતુ હવે કંપની તેના પૈસા નથી આપવા માંગતી.  માટે બાબૂ અને તેના પરિવારના સદસ્ય કેસને SEBIના પાસે લઈ ગયા છે. દાવો છે કે કંપનીના શેરના અસલી માલિક તે છે.

આ સંદર્ભમાં બાબૂએ જણાવ્યું કે, 'જયારે તેમણે શેર ખરીદ્યા હતા. તે સમયે કંપનીના સંસ્થાપક ચેરમેન પીપી સિંધલ અને તે મિત્રો હતા. શેરની ખરીદી વખતે કંપની સૂચીબદ્ઘ ન હતી અને કોઈ ડિવિડન્ડ ન હતી આપી રહી. માટે હું અને મારો પરિવાર આ રોકાણને ભુલી ગયા હતા. વર્ષ ૨૦૧૫માં તેમને આ રોકાણ વિશે જાણ થયા બાદ ફરી તેમણે તપાસ શરૂ કરી. તે સમયે તેમને જાણ થઈ કે કંપનીનું નામ બદલીને હવે પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ થઈ ગયું છે. જે લિસ્ટેડ કંપની છે.

આટલું જ નહીં, બાબૂએ કંપની પર આરોપ લગાવ્યા છે કે તેમણે વર્ષ ૧૯૮૯માં ગેરકાયદેસર રીતે નકલી પેપર્સ દ્વારા તેમના શેર કોઈ બીજાને વેચી દીધા. કંપનીએ પણ આ મામલાની તપાસ કરી. ૨૦૧૬માં પીઆઈ ઈન્ડસ્ટ્રીના બાબૂને મધ્યસ્થતા માટે દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. પરંતુ બાબુએ જવાથી ઈનકાર કરી દીધો. મામલામાં કંપનીએ બાબૂના દસ્તાવેજની તપાસ કરવા મેટ ઓફિસરોને કેરળ મોકલ્યા હતા. કંપનીએ એવું પણ માન્યું કે બાબુની પાસે જે દસ્તાવેજ છે તે અસલી છે. પંરતુ તેમ છતાં કંપની તેમને પૈસા આપવા માટેનો ઈનકાર કરી રહી છે.

(3:25 pm IST)