Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

કયાં અટકશે ભાવ વધારો : પેટ્રોલ - ડિઝલ ફરી મોંઘા : LPGના ભાવ વધશે

પેટ્રોલ - ડિઝલનો ભાવ વધારો આમ આદમીને દઝાડી રહ્યો છે : આજે ફરી બંને ઇંધણમાં ૩૫-૩૫ પૈસા વધ્યા : મુંબઇમાં પેટ્રોલ ૧૧૪.૧૪નું તો ડિઝલ ૧૦૫.૧૨નું : LPGમાં તો ભાવવધારાનો બોંબ ફુટશે : ૧૦૦ રૂપિયા મોંઘો થઇ શકે છે બાટલો

નવી દિલ્હી તા. ૨૮ : દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે બેકાબુ બનેલા પેટ્રોલ - ડિઝલના ભાવવધારાએ આમ આદમીને હેરાન - પરેશાન કરી દીધા છે. લગભગ રોજ ભાવ વધી રહ્યા છે ત્યારે લોકોનું કહેવું છે કે, આ ભાવ વધારો કયાં જઇ અટકશે, તો બીજી તરફ હવે એવા સમાચાર મળે છે કે આગામી દિવસોમાં રાંધણગેસના બાટલામાં પણ રૂ. ૧૦૦નો ભાવવધારો થવાનું નક્કી છે. સાઉદી અરેબિયામાં ગેસના ભાવમાં આ મહિને ૬૦ ટકા ઉછાળો આવતા ભારતમાં તે મોંઘો બનશે એ નક્કી છે.

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારો સતત ચાલુ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ ઉચ્ચતમ સ્તર પર પહોંચવાના વચ્ચે દેશભરમાં ઓઈલના ભાવમાં મોંઘવારીનો માર ચાલુ છે. દેશમાં પેટ્રોલ ડીઝલનો ભાવ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. પેટ્રોલ ડીઝલની વધતી કિંમતો વચ્ચે ગ્રાહકોને ૧૦૦ રૂપિયા પ્રતિ સિલિન્ડરનોઝટકો લાગી શકે છે. કારણકે એલપીજીના મામલે ખર્ચથી ઓછા મૂલ્ય પર વેચાણથી તથા નુકસાન ૧૦૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર પર પહોંચી ચુકયો છે. આ કારણે કિંમતમાં વધારો થઇ શકે છે.

 ઘરેલુ તેલ કંપનીઓએઆ સપ્તાહના પ્રથમ બે દિવસોમાં પેટ્રોલ ડીઝલનાભાવમાં વધારો કર્યો નથી. પરંતુ ગઈકાલથી સતત બીજા દિવસે પણ વધારો થયો છે. આઈઓસીએલનાલેટેસ્ટ અપડેટ મુજબ, દિલ્હીમાં પેટ્રોલ ૧૦૮.૨૯ રૂપિયા પ્રતિ લીટર જયારેડીઝલ ૯૭.૦૨ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ કેટલા વધશે, તેસરકારની મંજૂરી પર નિર્ભર કરશે.

આ પહેલા ૬ ઓકટોબરે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જુલાઈથી ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૯૦ રૂપિયાનો વધારો થયો છે. આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓને છૂટક કિંમતને કિંમત સાથે મેચ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આ ઉપરાંત, આ અંતરને ભરવા માટે સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ સબસિડી આપવામાં આવી નથી.

મધ્યપ્રદેશની સરહદે આવેલા અનુપપુર જિલ્લામાં પેટ્રોલની કિંમત ૧૨૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૧૧૦ રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગઈ છે. તેવી જ રીતે છત્ત્।ીસગઢ અને મહારાષ્ટ્રની સરહદે આવેલા બાલાઘાટ જિલ્લામાં પણ પેટ્રોલની કિંમત ૧૨૦ રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગઈ છે.

હવે અન્ય મહાનગરોની જેમ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ડીઝલ પણ ૧૦૦ના આંકડા તરફ આગળ વધી રહ્યું છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, મધ્યપ્રદેશ સહિત ઘણી જગ્યાએ ડીઝલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરથી વધુ વેચાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતો સતત વધી રહી છે. આવી સ્થિતિમાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની પ્રક્રિયા હજુ અટકી નથી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ અપડેટ કરવામાં આવે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. .

તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારા વચ્ચે એલપીજીના વેચાણ પરનું નુકસાન પ્રતિ સિલિન્ડર ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયું છે. સાઉદી અરેબિયામાં એલપીજીનો દર આ મહિને ૬૦ ટકા વધીને ઼૮૦૦ પ્રતિ ટન થયો છે, જયારે આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૮૫.૪૨ પ્રતિ બેરલને સ્પર્શી ગયું છે.

(10:15 am IST)