Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

ફેસબુક ફાઇલ્સ અંગે આઇટી મંત્રાલય તૈયાર કરી રહ્યું છે રીપોર્ટ

અધિકારીઓની થશે પૂછપરછ

નવી દિલ્હી તા. ૨૮ : ફેસબુક ફાઇલ્સ (લીક દસ્તાવેજો)ના ખુલાસા પછી હવે ભારત સરકાર પણ સક્રિય થઇ ગઇ છે. ઇલેકટ્રોનિકસ અને આઇટી મંત્રાલય લીક દસ્તાવેજના ભારતીય સંદર્ભો સંબંધીત એક રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે. ભારતમાં સૌથી વધારે શેર કરાતા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની ભૂતપૂર્વ ડેટા વૈજ્ઞાનિક ફ્રાંસેસ હોગેન એ આંતરિક દસ્તાવેજોના હવાલાથી જે રહસ્યો જાહેર કર્યા છે તેમાં ભારતનો ઉલ્લેખ મુખ્ય રૂપે કરવામાં આવ્યો છે.

મંત્રાલય આ અઠવાડીયે રિપોર્ટ તૈયાર કરી લેશે. તેમાં ફેસબુક હાનિકારક પોસ્ટને રોકવામાં કેવી રીતે નિષ્ફળ રહ્યું છે તેનો ઉલ્લેખ હશે. કેમકે ભારતીય ભાષાઓમાં તેના ટુલનો ઉપયોગ કરવામાં જ નથી આવતો. રિપોર્ટમાં કેરળના એક ફેસબુક રિસર્ચરના તારણો પણ સામેલ કરવાની શકયતા છે જેણે ભાળ મેળવી હતી કે ફેસબુક અલ્ગેરિધમ નફરત ફેલાવવાનું ખોટા કન્ટેન્ટને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે.

(12:29 pm IST)