Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

કર્ણાટકના નવોદય વિદ્યાલયમાં ૩૩ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

હવે શાળાના સ્ટાફનો થશે કોરોના ટેસ્ટ

કોડાગુ તા. ૨૮ : કર્ણાટકના કોડાગુ જિલ્લાની એક શાળામાં કોરોના વિસ્ફોટનો મામલો સામે આવ્યો છે. અહીં ભણતા ૩૩ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત જોવા મળ્યા હોવાનો મામલો એવા સમયે સામે આવ્યો છે જયારે મોટાભાગના રાજયોમાં શાળાઓ અને કોલેજો ખુલવા માંડી છે.

સમાચાર અનુસાર, ૨૭૦માંથી ૩૩ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. બાકીના વિદ્યાર્થીઓને આઈસોલેટ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ મામલો કર્ણાટકના મદિકેરી સ્થિત જવાહર નવોદય વિદ્યાલયનો છે.

જો કે, શાળા પ્રશાસને કહ્યું છે કે વિદ્યાર્થીઓએ ગભરાવાની જરૂર નથી. પોઝિટિવ જોવા મળતા મોટાભાગના વિદ્યાર્થીઓ એસિમ્પટમેટિક છે. હવે શાળાના સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ કર્ણાટકની એક કોલેજ કોરોના હોટસ્પોટ બની હતી. અહીં કોલારની કેજીએફ કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલના ૩૨ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા હતા.

(3:00 pm IST)