Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

સમીર વાનખેડેની પત્નીએ સીએમ ઉદ્ધવને લખ્યો પત્ર

મને તમારી પર પુરો વિશ્વાસ છે કે તમે ક્યારેય મારી પર અને મારા પરિવાર વિરૂદ્ધ અન્યાય નહી થવા દો

મુંબઇ, તા. ર૮ :નાર્કોટિંકસ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડિરેકટર સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. પત્રમાં ક્રાંતિએ સીએમ ઉદ્ધવને ન્યાયની માંગ કરી છે. ક્રાંતિએ લખ્યુ છે કે બાળપણથી મરાઠી માણસને ન્યાય હક માટે લડનારી શિવસેનાને જોતા એક મરાઠી યુવતી મોટી થઇ. મને તમારી પર પુરો વિશ્વાસ છે કે તમે ક્યારેય મારી પર અને મારા પરિવાર વિરૂદ્ધ અન્યાય નહી થવા દો.

ક્રાંતિએ પત્રમાં લખ્યુ, હું છત્રપતિ શિવાજી મહારાજ અને હિન્દૂ હદય સમ્રાટ બાળા સાહેબ ઠાકરેની આદર્શને લઇને મોટી થઇ છે. કોઇ પર અન્યાય ના કરો, ખુદ પર અન્યાય ના સહો, આ બન્ને શીખવ્યુ. આજે હું એકલી મારા અંગજ જીવન પર હુમલો કરનારા લોકો વિરૂદ્ધ મજબૂતીથી ઉભી છુ અને લડી રહી છુ. સોશિયલ મીડિયા પર લોકો માત્ર મજા જોઇ રહ્યા છે. હું એક કલાકાર છુ, રાજનીતિ મને સમજમાં નથી આવતી અને મારે તેમાં પડવુ પણ થી. અમારો કઇ પણ સબંધ ના હોવા છતા રોજ સવારે અમારી ઇજ્જત ઉતારવામાં આવે છે.

ક્રાંતિએ લખ્યુ, શિવરાયાના રાજ્યમાં એક મહિલાની ગરીમા સાથે ખિલવાડ થઇ રહ્યો છે, મજાક થઇ રહ્યો છે. આજે બાલા સાહેબ ઠાકરે હોત તો નિશ્ચિત જ આ તેમણે મંજૂરી ના હોત. એક મહિલા અને તેના પરિવાર પર અંગત હુમલા આ કેટલા નીચલા સ્તરની રાજનીતિ છે, આ તેમના વિચારો સાથે રોજ અમારા સુધી પહોચી રહી છે. આજે તે નથી પરંતુ તમે છો, તેમની પડછાઇ અમે તમારી અંદર જોઇએ છીએ. ક્રાંતિએ કહ્યુ, તમે અમારૂ નેતૃત્વ કરી રહ્યા છે અને મનો પુરો વિશ્વાસ છે. તમે ક્યારેય મારી પર અને મારા પરિવાર પર અન્યાય નહી થવા દો. આ પુરો વિશ્વાસ છે, માટે એક મરાઠી વ્યકિત હોવાને કારણે આજે તમારી તરફ અપેક્ષાથી જોઇ રહી છુ. તમે યોગ્ય ન્યાય કરો એવી વિનંતી છે, તમારી બહેન ક્રાંતિ રેડકર.

(3:03 pm IST)