Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

વિશ્વમાં એશીયન આર્ટના સૌથી મોટા અમેરિકાનાં મ્યુઝીયમમાં ઇશા અંબાણીની ટ્રસ્ટી તરીકે નિમણુંક

સ્મીથ સોની અને ઇન્સ્ટીયુશન દ્વારા ચલાવતા મ્યુઝીયમને નવી ઉંચાઇએ લઇ જવાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૮ :  સ્મિથ સોનીયન્સ નેશનલ મ્યુઝીયમ ઓફ આટર્સના ટ્રસ્ટી મંડળમાં ઇશા અંબાણીની નિમણુંક કરવામાં આવી છે. સ્મીથ સોનીઅન ઇન્સ્ટીટયુશન દ્વારા વિશ્વનું આ એશીયન આર્ટનું સૌથી મોટુ મ્યુઝીયમ અમેરિકામાં ચલાવાઇ રહ્યું છે. જેમાં ઇશા અંબાણીની ટ્રસ્ટી તરીકે નિમણુંક કરવામાં આવી છે.

ઇશાની નિમણુંકને અમેરિકાના ચીફ જસ્ટીસ જોહન જી રોબર્ટસ જુનિયર અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસના વડપણ હેઠળના સ્મીથ સોનીયન બોર્ડ ઓફ રીજેન્ટસ દ્વારા મંજુર કરવામાં આવી છે.

ઇશા નેશનલ મ્યુઝીયમ ઓફ એશીયન આર્ટસના ટ્રસ્ટી મંડળના ચાર વર્ષ સેવા આપી શકશે. ૧૯ર૩ માં શરૂ થયેલ આ ફ્રી આર્ટ ગેલેરીના ટ્રસ્ટી મંડળમાં ઇશા અત્યાર સુધીના સૌથી યુવા ટ્રસ્ટી બનશે.

ઇશાની કળા પ્રત્યેની દૃષ્ટિ સ્મીથ સોનિયનના કળા પ્રત્યેના પ્રયત્નોને નવી ઉંચાઇએ લઇ જશે તેવી આશા રખાઇ રહી છે. ર૦ર૩ માં આ મ્યુઝીયમની સદી પુરી થવાની છે જેના મહોત્સવની તૈયારીઓમાં ઇશાની દુરદર્શિતા વધુ નવા માઇલસ્ટોન ઉમેરશે.

(3:04 pm IST)