Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

પેટ્રોલના ભાવ ઘટાડવા સીએમ યોગી ખેલશે મોટો દાવ

વેટ ઘટાડવા તૈયારી

નવી દિલ્લી, તા.૨૮: આગામી ફેબ્રુઆરી મહિનામાં ઉત્ત્।ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને મોટી જાહેરાત કરી શકે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે બેઠક બોલાવી છે. પેટ્રોલ-ડિઝલ પર લાગતા વેટને લઈને આ બેઠક બોલાવી છે. આજે સાંજે ૫.૩૦ વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક મળવાની છે. બેઠકમાં પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને ચર્ચા થશે. વિધાનસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ-ડિઝલના ભાવ પર સરકાર મોટી રાહત આપી શકે છે.  દિવાળીના તહેવાર નજીક છે. ત્યારે પેટ્રોલ ડીઝલની કિંમતમાં પણ સતત ભાવ વધારો થતા સામાન્ય નાગરિકોને મોંદ્યવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

(3:48 pm IST)