Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

જન્મ-મૃત્યુ નોંધણી એકટ ૧૯૬૯ માં ફેરફારો કરવા માંગે છે સરકાર

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જન્મ અને મૃત્યુ રજીસ્ટ્રેશન એકટ ૧૯૬૯ માં ફેરફાર કરવા પ્રસ્તાવ તૈયાર કર્યો છે આ માટે લોકો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર જન્મ અને મૃત્યુનો ડેટા બેઇઝ તૈયાર કરવા માંગ છે. જેનાથી નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર, મતદાર યાદી, આધાર, રેશનકાર્ડ, અને પાસપોર્ટના ડેટામાં અપડેશન  થઇ શકે. હાલ જન્મ અને મૃત્યુનું રજીસ્ટ્રેશન રાજયો દ્વારા નિયુકત સ્થાતિ રજીસ્ટ્રાર દ્વારા કરાય છે. હવે પ્રસ્તાવ છે કે મુખ્ય રજીસ્ટ્રાર (રાજયો દ્વારા નિયુકત) રાજયસ્તર પર એક એકીકૃત ડેટાબેઝ બનાવશે અને તેને ભારતના રજીસ્ટ્રાર જનરલ દ્વારા બનાવવામાં આવેલ 'રાષ્ટ્રીય સ્તર' પર ડેટા સાથે એકીકૃત કરશેઃ જો સંશોધન લાગુ થાય તો કેન્દ્ર એનપીઆરને અપડેટ કરવા આ ડેટાનો ઉપયોગ કરી શકશે.

(3:50 pm IST)