Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

સેન્સેક્સમાં ૧૧૫૯, નિફ્ટીમાં ૩૫૪ પોઈન્ટનું ગાબડું પડ્યું

વૈશ્વિક સ્તરે પણ બજારોમાં ઘટાડો : રૂપિયામાં ઘટાડો અને કંપનીઓના મિશ્ર ત્રિમાસિક પરિણામોના કારણે બજારના સેન્ટિમેન્ટને પણ અસર થઈ

નવી દિલ્હી, તા.૨૮ : એક દિવસના કારોબાર બાદ ગુરુવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. ગુરુવારે બીએસઈનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૧૧૫૮.૬૩ અંક એટલે કે ૧.૮૯ ટકાના ઘટાડા સાથે ૫૯,૯૮૪.૭૦ પર બંધ થયો હતો. સેન્સેક્સની સાથે નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. એનએસઈનો મુખ્ય સૂચકાંક નિફ્ટી પણ ૩૫૩.૭૦ પોઈન્ટ એટલે કે ૧.૯૪ ટકા ઘટીને ૧૭,૮૫૭.૨૫ પર બંધ થયો હતો.

ગુરુવારે દિવસભરના ટ્રેડિંગ પછી, ઈન્ડસઈન્ડબેક્ન, એલએન્ડટી, અલ્ટ્રાસિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, અને મારુતિના શેર લીલા નિશાન સાથે બંધ થયા હતા. જ્યારે, હિંદુસ્તાન લિવર, બજાજ ફાયનાન્સ, નેસ્ટલિઈન્ડ, એમએન્ડએમ, એચડીએફસી, રિલાયન્સ, ઈન્ફી, ડૉ. રેડ્ડી, બજાજ ઓટો, ટીસીએસ,ટાટાસ્ટીલના ભાવ લીલા નિશાને બંધ થયો હતા.

તે જ સમયે, આજે સવારે પણ શેરબજારમાં નબળી શરૂઆત જોવા મળી હતી. સેન્સેક્સ તેના અગાઉના ૬૧,૧૪૩ પોઈન્ટના બંધ સામે આજે સવારે ૬૧,૦૮૧ પોઈન્ટ પર ખુલ્યો હતો. ઈન્ડસઈન્ડ બેંક, એલટી, બજાજ ઓટો સહિતના એક ડઝન શેરો આજે સવારે સેન્સેક્સ પર લીલા નિશાન પર હતા.

ગુરુવારે સવારે નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ પણ પાછલા સત્રની સરખામણીમાં ૧૮,૨૧૦ પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે ૧૮,૧૮૭ પર ખુલ્યો હતો. નિષ્ણાતોના મતે વૈશ્વિક સ્તરે પણ બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેથી બીએસઈ અને એનએસઈ પણ દબાણ હેઠળ છે. તમને જણાવી દઈએ કે બુધવારે વૈશ્વિક બજારોના નબળા વલણ વચ્ચે શેરબજારોમાં તેજીનો ટ્રેન્ડ અટકી ગયો હતો.

માસિક ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટના સેટલમેન્ટને કારણે શેરબજાર પણ અસ્થિર હતું. વેપારીઓના મતે રૂપિયામાં ઘટાડો અને કંપનીઓના મિશ્ર ત્રિમાસિક પરિણામોના કારણે બજારના સેન્ટિમેન્ટને પણ અસર થઈ છે. બીએસઈ નો ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૨૦૬.૯૩ પોઈન્ટ્સ અથવા ૦.૩૪ ટકા ઘટીને ૬૧,૧૪૩.૩૩ પોઈન્ટ પર બંધ થયા છે. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૫૭.૪૫ પોઈન્ટ અથવા ૦.૩૧ ઘટીને ૧૮,૨૧૦.૯૫ પર બંધ થયો હતો.

(7:45 pm IST)