Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

ગોવામાં મમતા બેનર્જીને કાળા ઝંડા બતાવાયા: પ્રદર્શનકર્તાઓએ 'જય શ્રી રામ'ના લગાવ્યા નારા

વિરોધકર્તાઓએ મમતા બેનર્જી ગો બેકના નારા પણ લગાવ્યા :પોલીસે તેમને તાત્કાલિક ત્યાંથી હટાવ્યા

ગોવામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિરોધ થયો. મમતા બેનર્જી ત્રણ દિવસીય ગોવાના પ્રવાસે છે. ગોવાના એરપોર્ટ પર પહોંચતાની સાથે જ એરપોર્ટની બહાર મુખ્યમંત્રીનું કાળા ઝંડા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સીએમ મમતા બેનર્જી સાંજે ડાબોલિમ એરપોર્ટ પર પહોંચ્યા હતા.

ડાબોલિમથી પણજી તરફ પ્રયાણ કરતા સમયે કેટલાક યુવાનોના ટોળાએ મમતાના કાફલાની સામે કાળા ઝંડા બતાવવાનું શરૂ કર્યું અને 'જય શ્રી રામ' ના નારા લગાવવાનું શરૂ કર્યું. આ લોકોએ મમતા બેનર્જી ગો બેકના નારા પણ લગાવવા લાગ્યા. પોલીસે તેમને તાત્કાલિક ત્યાંથી હટાવ્યા હતા.

ગોવા એરપોર્ટ પર TMCના કાર્યકરોએ તેમનું સ્વાગત કરવા માટે હાજર હતા. એરપોર્ટથી મમતા બેનર્જીનો કાફલો રાજધાની પણજી જવા રવાના થયો હતો. આ દરમિયાન સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કેટલાક લોકો કાફલાની સામે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. તેઓ 'જય શ્રી રામ' અને 'મમતા બેનર્જી પાછા જાઓ'ના નારા લગાવી રહ્યા હતા.

મમતા બેનર્જીનો વિરોધ કરતા પ્રદર્શનકારીઓે કહ્યું કે, ગોવામાં મમતા બેનર્જીની જરૂર નથી. આખો દેશ જાણે છે કે તે પશ્ચિમ બંગાળમાં કેવા પ્રકારની રાજનીતિ કરે છે. ગોવામાં તેની પાસે કોઈ કામ નથી.

(10:25 pm IST)