Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

મોબાઇલ પર ગેમ રમતી વખતે બેટરીમાં થયો વિસ્ફોટ : ત્રણ બાળકોને ગંભીર ઇજા

મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના તલૈયા વિસ્તારમાં બનાવ :

મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના તલૈયા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર શ્રીવાસ્તવના ઘરે મોબાઈલની બેટરીમાં વિસ્ફોટ થતાં ત્રણ બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત સમયે ત્રણેય બાળકો મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા. ત્રણેય બાળકો એક જ પરિવારના છે. હાલ બાળકો જોખમની બહાર છે.

બ્લાસ્ટના અવાજથી ઘરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાળકોના માતા-પિતા એમ્બ્યુલન્સની મદદથી બાળકોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. બેટરીના ટુકડા બાળકોના શરીરમાં પણ જતા રહ્યા હતા, જેને ડોક્ટરોએ સારવાર દરમિયાન બહાર કાઢ્યા હતા. હાલ 11 વર્ષીય સુમિત, 7 વર્ષીય ગૌરવ અને 6 વર્ષીય રમણ સુરક્ષિત છે.

(11:08 pm IST)