Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

ICC T20 વર્લ્ડ કપ :ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું, ડેવિડ વોર્નરના 65 રન ફટકાર્યા

ઓસ્ટ્રેલિયાએ 155 રનનો ટાર્ગેટ 17 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો

મુંબઈ :  ICC T20 વર્લ્ડ કપની આજની મેચમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું  ઓસ્ટ્રેલિયાએ 155 રનનો ટાર્ગેટ 17 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 65 રન બનાવ્યા હતા. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ભાનુકા રાજપક્ષે 33 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્ક-પેટ કમિન્સ અને એડમ ઝમ્પાએ 2-2 વિકેટ લીધી હતી.

(11:27 pm IST)