Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

હવે ઉતરપ્રદેશમાં બુલંદ શહેરમાં TET પરીક્ષાનું પેપર વ્‍હોટસએપ પર ફરતુ થતા આખરે પરીક્ષા રદ કરવી પડી

આજે ઉતરપ્રદેશમાં રપપ૪ કેન્‍દ્રો પર બે શીફટમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા : પરીક્ષા રદ થતા અનેકના ભવિષ્‍ય સાથે સર્જાયો પ્રશ્‍નાર્થ

લખનઉ: ઉત્તર પ્રદેશથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. UP TET ની પરીક્ષાને નાબૂદ કરી દેવામાં આવી છે. આજે (રવિવારે) થનાર પરીક્ષા પહેલાં ગાજિયાબાદ, મથુરા અને બુલંદશહેરમાં પેપર  WhatsApp પર વાયરલ થઇ ગયું, ત્યારબાદ તેને રદ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઇએ કે યૂપી STF કેસની તપાસ કરી રહી છે. રદ કરાયેલી પરીક્ષા 1 મહિના બાદ કરાવવામાં આવશે. જેના માટે અલગથી કોઇ ફી આપવી પડે.

જાણી લો કે યૂપીમાં શિક્ષક ભરતી માટે પાત્રતા પરીક્ષા યોજવામાં આવે છે. 2554 કેંદ્રો પર 2 પાળીઓમાં UP TET ની પરીક્ષા આજે (રવિવારે) આયોજિત કરવામાં આવી હતી. 21 લાખ અભ્યર્થી UP TET ની પરીક્ષામાં સામેલ થવાના હતા. UP TET નું પેપેર-1 આજે સવારે 10 વાગ્યાથી સાડા 12 વાગ્યા સુધી પેપર-2 બપોરે અઢી વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાવવાની હતી પરંતુ તે પહેલાં જ UP TET ની પરીક્ષાને કેન્સલ કરવામાં આવી છે.

(12:22 pm IST)