Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર અંતિમ ચરણોમાં

૮૯ બેઠકો માટે ગુરૂવારે મતદાનઃ જાહેર પ્રચાર કાલે સાંજથી બંધઃ ડોર ટુ ડોર શરૂ થશે પ્રચાર : સૌરાષ્ટ્ર - દ.ગુજરાતના મતદારોને રીઝવવા મોદી - ખડગે - શાહ - સ્મૃતિ ઇરાની - પરેશ રાવલ - ભુપેન્દ્રભાઇ પટેલ - કેજરીવાલ - માન વગેરેની સભાઓ - રોડ શો

નવી દિલ્હી, તા.૨૮: ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયુ છે. ૮૯ બેઠકો માટે ગુરૂવારે યોજાનારા મતદાન માટે આવતીકાલે સાંજે ૫ વાગ્યે જાહેર પ્રચાર - પડઘમ ઉપર પડદો પડે ઍ પૂર્વે આજે સૌરાષ્ટ્ર - દ.ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઅોનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર થઇ રહ્ના છે. મતદારોને રીઝવવા અને તેઅોના દિલ જીતવા રોડ શો અને સભાઅો યોજાઇ રહી છે આ ક્રમમાં વડાપ્રધાન મોદી આજે  ૪ જેટલી સભાઅોને સંબોધન કરશે.

પ્રથમ તબક્કા માટે ૧લી ડીસેમ્બરે સવારે ૮ થી સાંજે ૫ સુધી ૮૯ બેઠકો માટે મતદાર થશે. નિયમ અનુસર મીટીંગ કરી શકશે. સભા - સરઘસ યોજી નહિ શકે.

જાહેર સભા અને સરઘસ ૪૮ કલાક પહેલા અને વાહન રેલી ૭૨ કલાક પહેલા બંધ કરવી પડે છે ઍટલે આજે ૫ વાગ્યા પછી વાહન રેલી યોજી નહિ શકાય. અને કાલે સાંજે ૫ વાગ્યા પછી પ્રચાર પડઘમ બંધ થઇ જશે. તે પછી ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર અને ગ્રુપ

પ્રચંડ પ્રચારના ભાગરૂપે ભ્પ્ મોદી ફરી ઍક વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે ભ્પ્ મોદી ૪ જાહેર સભાને સંબોધશે. જેમાં રાજકોટ, અંજાર પાલીતાણાં અને જામનગરનો સમાવેશ થાય છે. ભ્પ્ મોદીની રાજકોટમાં જાહેર સભા કરશે. ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્ર સર કરવા ૪૨ દિવસમાં બીજીવાર ભ્પ્ મોદી  રાજકોટની મુલાકાતે જશે. જયા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડના આંગણે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપનો પ્રચંડ પ્રચાર કરી રહ્નાં છે. ત્યારે અમિત શાહ અરવલ્લીમાં પ્રચાર અભિયાનમાં જોડાશે. જ્યાં અરવલ્લી જિલ્લાની ભિલોડા વિધાનસભામાં  બેઠકના ભાજપના ઉમેદવાર પી.સી. બંરડાના ટેકામાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે.  

મહેસાણામાં ભાજપનો ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્ના છે. તેવામાં આજે ઘ્પ્  ભૂપેન્દ્રભાઇ પટેલ મહેસાણાની મુલાકાત લેશે. જ્યાં બહુચરાજી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં બહુચરાજીમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલ જબરદસ્ત રોડશો કરશે, જે  રોડ-શોનો બહુચરાજી માતાજીના મંદિરથી પ્રારંભ કરવામાં આવશે. ભાજપના પરેશ રાવલ અને સ્મૃતિ ઇરાની પણ આજે પ્રચાર કરી રહ્ના છે.

બીજી તરફ આપ પણ પોતાનું ઍડીચોંટીનું જોર લગાવી બરોબરની ટક્કર આપી રહી છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવત માનના સતત રોડ શો યોજાઇ રહ્નાં છે. ત્યારે આજે પણ અનેક કાર્યક્રમ યોજાશે.

બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને  કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત પ્રવાસે આવ્યા છે. મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ ઓફિસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજશે. ત્યારબાદ મહેસાણામાં મલ્લિકાર્જુન ખડગેની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાંરે અમદાવાદના બહેરામપુરામાં પણ તેઑ જનસભા સંબોધશે.

(11:01 am IST)