Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

અમેરિકામાં પ્‍લેન વીજ ટાવરમાં ફસાયુ : ૯૦ હજાર ઘરોમાં વીજળી ગુલ

અમેરિકામાં મેરીલેન્‍ડમાં રવિવારે સાંજે એક નાનું પ્‍લેન ક્રેશ થઈ લાઇવ પાવરલાઇનમાં અટવાઈ ગયું : તેના લીધે આસપાસના કાઉન્‍ટીમાં વ્‍યાપક પાયા પર વીજળી ખોરવાઈ ગઈ હતી

મોન્‍ટગોમરી તા. ૨૮ : અમેરિકામાં મેરીલેન્‍ડમાં રવિવારે સાંજે એક નાનું પ્‍લેન ક્રેશ થઈ લાઇવ પાવરલાઇનમાં અટવાઈ ગયું, તેના લીધે આસપાસના કાઉન્‍ટીમાં વ્‍યાપકપાયા પર વીજળી ખોરવાઈ ગઈ હતી. અધિકારીઓએ વીજ ટાવરમાં ફસાયેલા પ્‍લેનને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. આ સ્‍મોલ પ્‍લેન હતુ અને તેમા રહેલા બે લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્‍યા છે, જયારે તેમા કુલ ત્રણ જણા હતા.

મોન્‍ટગોમરી કાઉન્‍ટી ફાયર એન્‍ડ રેસ્‍ક્‍યુ સર્વિસના મુખ્‍ય પ્રવક્‍તા પીટ પિરિંગરે શરૂઆતમાં ટ્‍વિટ કર્યું હતું કે વિમાનમાં બે લોકો હતા. બાદમાં તેણે એક વિડિયો સંદેશ પોસ્‍ટ કર્યો હતો જેમાં જણાવ્‍યું હતું કે ત્રણ લોકો બોર્ડમાં હતા અને કોઈ ઈજાગ્રસ્‍ત નથી.

વિડિયોમાં એક નાનકડું સફેદ વિમાન પાવર ટાવરની નજીક નાક ઉપર સ્‍થિત દેખાતું હતું. પ્‍લેન જમીનથી લગભગ ૧૦૦ ફૂટ (૩૦ મીટર) ઉપર અટવાઈ ગયું હતું, અને ટ્રાન્‍સમિશન લાઈન લાઇવ હોવાના લીધે બચાવ પ્રયાસો જટિલ હતા, એમ પિરિંગરે જણાવ્‍યું હતું.

યુટિલિટી પેપકોએ અહેવાલ આપ્‍યો કે મોન્‍ટગોમેરી કાઉન્‍ટીમાં લગભગ ૮૦,૦૦૦ ગ્રાહકો પાવર વગરના હતા. આ દુર્ઘટના વોશિંગ્‍ટન, ડી.ના ઉત્તરપヘમિમાં લગભગ ૨૪ માઈલ (૩૯ કિલોમીટર) દૂર એક નાનકડા શહેર ગેથર્સબર્ગમાં બની હતી. અમેરિકામાં સ્‍મોલ પ્‍લેન ક્રેશ થવાની અને ટ્રાન્‍સમિશન ટાવરમાં અટવાઈ જવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. આ પહેલા પણ સરકાર દ્વારા આ મામલે દિશાનિર્દેશો જારી કરવામાં આવ્‍યા છે, છતાં પણ ઘણી વખત તેનું યોગ્‍ય રીતે પાલન થતું નથી.

(11:51 am IST)